મુંબઈ મહાપાલિકાએ 9500 કરોડના સિવિક બોન્ડ ઊભા કરવાની યોજના ઘડી છે. આ યોજના વાસ્તવિકતમાં મૂકાશે ત્યારે ભારતની કોઈ પણ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાએ કાઢેલા સૌથી મોટા સિવિક બોન્ડ હશે. ચાલુ આર્થિક વર્ષમાં મુખ્યત્વે ડિસેમ્બર સુધી આ બોન્ડ કાઢવાની મહાપાલિકાની ઈચ્છા છે.
આ બોન્ડ એક જ તબક્કામાં જારી કરવા કે તબક્કાવાર, એ વિશે અંતિમ નિર્ણય હજી થયો નથી એવી માહિતી વરિષ્ઠ અધિકારીએ આપી હતી. પાયાભૂત સુવિધાઓ અને વિકાસકામોનો ખર્ચ કાઢવા બોન્ડની રકમનો ઉપયોગ કરવામાં આવશે. પ્રસ્તાવિત બોન્ડ ઊભા કરવાનું વ્યવસ્થાપન કરવા મહાપાલિકાએ ત્રણ કંપનીઓની પસંદગી કરવામાં આવી છે. આ ત્રણેય કંપનીઓ વેપારી બેંકર્સ તરીકે કામ જોશે.
આ યોજના મહાપાલિકાના મોટા ભંડોળવાળા પાયાભૂત પ્રકલ્પો માટે ફક્ત પોતાની આવક પર આધાર ન રાખતા ભંડોળ ઊભા કરવા વધુ સ્ત્રોતના ધોરણનો એક ભાગ છે. બજારમાંથી કરજ લઈને ગંદા પાણીનો શુદ્ધિકરણ પ્રકલ્પ, 13 હજાર કરોડ રૂપિયાની એકાત્મિક પુર નિયંત્રણ મહાસંકલ્પના, પમ્પિંગ કેન્દ્ર, બોગદા અને ગોરેગાવ-મુલુંડ લિન્ક રોડ જેવા મોટા ભંડોળવાળા પ્રકલ્પોને રૂપિયા ફાળવવાનો મહાપાલિકાનો વિચાર છે. ભંડોળ કામ માટે કરજ લેવું એ યોગ્ય આર્થિક રણનીતિ છે.

મહાપાલિકા કરજ પાછુ ચુકવવા સક્ષમ છે અને તમામ આર્થિક નિયમોનું પાલન કરી શકે છે એની ખાતરી કરવી પડશે એમ અધિકારીએ જણાવ્યું હતું.
આગામી બે વર્ષમાં મહાપાલિકાના અનેક પાયાભૂત પ્રકલ્પો પરનો ખર્ચ ઘણો વધવાની શક્યતા હોવાથી બહારથી નાણા પુરવઠો દીર્ઘકાલીન ભંડોળ રોકાણ ધોરણનો મહત્વનો ભાગ બનશે. 2026-27ના બજેટમાં મહાપાલિકાએ હરિત નાગરી બોન્ડ ઊભા કરીને ગંદા પાણી શુદ્ધિકરણ અને સમુદ્રના પાણીનું મીઠા પાણીમાં રૂપાંતર કરવાના પ્રકલ્પ માટે યોજના જાહેર કરી હતી.

બેંકર્સની જવાબદારીઓ વેપારી બેંકર્સની જવાબદારીઓમાં બોન્ડ ઊભા કરવાની યોજના નિશ્ચિત કરવી, ક્રેડિટ રેટીંગ મેળવવું, બોન્ડનો આકાર અને જારી કરવાના સમય બાબતે સલાહ આપવી, તમામ નિયામક નિયમોનું પાલન કરવું, રોકાણકારોમાં બોન્ડનું માર્કેટિંગ કરવાનો સમાવેશ છે.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું…https://chat.whatsapp.com/K6C4Xaobu807y4luCKlLH5
For more details… Contact 9322529232 / 9324483455
