મુલુંડના એક યુવક અને તેના પરિવાર સામે તેની પત્નીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પીડિત મહિલાએ નવેમ્બર ૨૦૨૫માં કલવા અને મુમ્બ્રા સ્ટેશન વચ્ચે લોકલ ટ્રેન સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.
થાણે રેલ્વે પોલીસ દ્વારા નોંધવામાં આવેલા કેસ અનુસાર, આ યુગલના લગ્ન ૨૦૨૩માં થયા હતા અને ગયા વર્ષે જુલાઈ મહિનામાં મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. મહિલાના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ડિલિવરી પછી તેમની પુત્રીના વર્તનમાં ગંભીર ફેરફારો આવ્યા હતા અને તબીબી તપાસ બાદ તેને પોસ્ટપાર્ટમ સાયકોસિસ હોવાનું નિદાન થયું હતું.
ફરિયાદમાં જણાવ્યા મુજબ પિતાએ જણાવ્યું કે “બીમારી બાદ મારી દીકરી શાંત થઈ ગઈ હતી, સરખી રીતે ખાતી નહોતી અને બાળકની સંભાળ લેવામાં પણ તેને તકલીફ પડતી હતી. તેને સાયકિયાટ્રિસ્ટ પાસે લઈ જવામાં આવી હતી, જેમણે પરિવારને તેને ક્યારેય એકલી ન છોડવા માટે સલાહ આપી હતી. તેની સ્થિતિ વધુ બગડતાં, અમે તેને ૯ દિવસ માટે મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરી હતી.”

પિતાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, “મારો જમાઈ અને તેનો પરિવાર તેની બીમારી વિશે જાણતા હોવા છતાં, તેઓ મારી દીકરીને વારંવાર ધમકી આપતા હતા કે જો તે જલ્દી સાજી નહીં થાય તો તેને પિયર મોકલી દેવામાં આવશે. આ માનસિક ત્રાસને કારણે તે વધુ ડિપ્રેશનમાં સરી પડી હતી.”
ગયા વર્ષે ૧૦ નવેમ્બરના રોજ મહિલા મંદિરે જવાનું કહીને ઘરેથી નીકળી હતી, પરંતુ પરત ફરી નહોતી. પાછળથી પરિવારને જાણ થઈ કે કલવા અને મુમ્બ્રા રેલ્વે સ્ટેશન વચ્ચે ટ્રેનની અડફેટે આવવાથી તેનું મૃત્યુ થયું છે. હાલમાં થાણે રેલ્વે પોલીસે પિતાની ફરિયાદના આધારે પતિ અને સાસરિયાં સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.


https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું…https://chat.whatsapp.com/K6C4Xaobu807y4luCKlLH5
For more details… Contact 9322529232 / 9324483455
