તમારો આખો દિવસ કેવો પસાર થશે તેનો આધાર તમે સવારે કયા કામ કરો છો અને કઈ વસ્તુઓ ખાવ છો તેના પર હોય છે. ઘણા લોકોને એ વાતનું કંફ્યુઝન હોય છે કે ખાલી પેટ શું ખાવું ? નાસ્તામાં શું ખાવું ? તો ચાલો તમને જણાવીએ હેલ્ધી રહેવું હોય તો દિવસની શરુઆત કેવી રીતે કરવી જોઈએ.
ડાયાબિટીસ, વધારે વજન, પાચનની સમસ્યા, બેડ કોલેસ્ટ્રોલ વધારે હોવું આવી સમસ્યાઓ ઘરે ઘરે જોવા મળે છે. મોટાભાગના લોકોને આ તકલીફ અનિયમિત આહાર શૈલીના કારણે થાય છે. ખાસ તો દિવસની શરુઆતમાં નાસ્તો ન કરવો અથવા તો નાસ્તામાં ન ખાવાની વસ્તુઓ ખાવી. નાસ્તો હેલ્ધી ન હોય તો દિવસ દરમિયાન વારંવાર ભુખ લાગે છે અને અનહેલ્ધી વસ્તુઓ ખાવાની ક્રેવિંગ થાય છે.

- આખી રાતના અંતરાલ પછી જો સવારે નાસ્તો ન કરવામાં આવે તો મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે.
- શરીરને જરૂરી પોષણ ન મળવાના કારણે શરીર એક્ટિવ રહેતું નથી, આળસ અને સુસ્તી વધે છે.
- શરીરને કામ કરવાની એનર્જી મળતી નથી.
- વારંવાર ભુખ લાગે છે અને તેના કારણે વજન તેમજ શુગર લેવલ વધઘટ થઈ શકે છે.
સવારનો નાસ્તો કેવો હોવો જોઈએ ?
નાસ્તામાં સંતુલિત આહારનો સમાવેશ કરવો. અનહેલ્ધી અને ચટપટી વસ્તુઓ ખાવાને બદલે પોષ્ટિક આહાર લેવો. નાસ્તામાં ફાઈબર, પ્રોટીન અને કાર્બ્સનું બેલેન્સ જળવાઈ તેવી વસ્તુઓ ખાવી. પ્રોટીન અને ફાઈબરથી ભરપુર નાસ્તો કરવાથી પેટ બપોર સુધી ભરેલું રહે છે. હેલ્ધી નાસ્તામાં તમે નીચે દર્શાવેલી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો.
ઓવરનાઈટ સોક્ડ ઓટ્સ
બોઈલ્ડ એગ્સ
જુવાર-બાજરા જેવા અનાજની રોટી
શાકભાજીના સ્ટફિંગવાળા પરોઠા
ફળ
વેજીટેબલ ઉપમા
વેજીટેબલ પોહા
બેસન ચીલા
મગની દાળના ચીલા
ઢોસા
ઈડલી

હેલ્ધી સ્નેકિંગ
સવારના હેલ્ધી નાસ્તા પછી દિવસ દરમિયાન લાગતી ભૂખ માટે હેલ્ધી સ્નેકિંગ પસંદ કરો. હેલ્ધી સ્નેકિંગમાં દાળિયા, ડ્રાયફ્રુટ્સ, સફરજન, કેળા, પપૈયું જેવો આહાર લો. સૌથી મહત્વનું કે જ્યારે ભૂખ લાગે ત્યારે ખાવાનું રાખો. વારંવાર થતી ક્રેવિંગને કંટ્રોલ કરો.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું…https://chat.whatsapp.com/K6C4Xaobu807y4luCKlLH5
For more details… Contact 9322529232 / 9324483455
