દર વર્ષે ચોમાસામાં મચ્છરજન્ય રોગનું પ્રમાણ વધે છે. ચોમાસામાં મચ્છરજન્ય રોગોથી બચવા શું કરવું જરુરી હોય છે તેની ટીપ્સ આયુષ મંત્રાલયે શેર કરી છે.
વર્ષ દરમિયાન ચોમાસાની ઋતુમાં સૌથી વધુ રોગચાળો વકરે છે. ચોમાસામાં પાણીજન્ય રોગ, સીઝનલ બીમારીઓ અને મચ્છરજન્ય રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે. મચ્છરજન્ય રોગથી બચવા શું કરવું તેના માટેની જરૂરી ટીપ્સ આયુષ મંત્રાલયે તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી છે. આ ટીપ્સમાં જણાવવામાં આવ્યું છે કે ચોમાસામાં કઈ વાતોનું ધ્યાન રાખી મચ્છરજન્ય રોગથી બચી શકાય છે.
આયુષ મંત્રાલયે તેના એક્સ પ્લેટફોર્મ પર મચ્છરજન્ય રોગ સંબંધિત એક પોસ્ટ શેર કરી છે. જેમાં મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. આમ વાતો સામાન્ય લાગે છે પણ જો દરેક ઘરમાં આ વાતની કાળજી લેવામાં આવે તો વરસાદી વાતાવરણમાં ઘરમાં મચ્છરનો ઉપદ્રવ પણ અટકે અને મચ્છરજન્ય રોગથી બચાવ પણ થઈ શકે છે. આયુષ મંત્રાલય અનુસાર ચોમાસા દરમિયાન આ 4 વાતોનું ધ્યાન રાખીને મચ્છરજન્ય બીમારીઓનું જોખમ ઘટાડી શકાય છે.

ઘરમાં અને આસપાસ સ્વચ્છતા રાખો
આયુષ મંત્રાલય અનુસાર ચોમાસામાં સૌથી જરૂરી છે કે ઘરમાં અને ઘરની આસપાસ સ્વચ્છા રાખવામાં આવે. ઘરમાં કચરો એકત્ર ન કરો. કચરાનો તુરંત નીકાલ કરવો. ભેજવાળા વાતાવરણમાં ઘરમાં સ્વચ્છ નહીં હોય તો માખી-મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે. આવું ન થાય તે માટે જરૂરી છે કે ઘરમાં સ્વચ્છતા રાખો. ઘરની બહારના બગીચા અને ખુલ્લી જગ્યામાં પણ કચરો એકત્ર ન થવા દો.
ઘરની આસપાસ કે ઘરમાં પાણીનો ભરાવો ટાળો
મચ્છરના ઉપદ્રવનું સૌથી મોટી જગ્યા પાણી હોય છે. ઘરની આસપાસ ખુલ્લી જગ્યાઓમાં અને ઘરમાં પણ કોઈ જગ્યાએ પાણી ભરેલું ન રહે તે વાતનું ધ્યાન રાખો. જે જગ્યાએ પાણી એકઠું થાય છે ત્યાં મચ્છરનો ઉપદ્રવ વધે છે. તેથી ઘરની અગાસી, ખુલ્લી જગ્યાઓમાં પાણી ભરાતું હોય તો તેને સાફ કરો.
મચ્છરદાની અને મચ્છર ભગાડવાની દવાઓનો ઉપયોગ
ઘરમાં મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય તમારા વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ વધારે હોય તો ઘરમાં મચ્છર ભગાડવા માટેના લિક્વિડ, અગરબત્તીનો ઉપયોગ કરવો.

શરીર ઢંકાય તેવા કપડાં પહેરો
સૌથી મહત્વનું છે કે ઘરની બહાર નીકળો ત્યારે શરીર ઢંકાય તેવા આખા કપડા પહેરો. ખાસ કરીને બાળકો જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે તેમની ફુલ સ્લીવના કપડા પહેરાવવાનો આગ્રહ રાખો.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું…https://chat.whatsapp.com/K6C4Xaobu807y4luCKlLH5
For more details… Contact 9322529232 / 9324483455
