રોટલીના લોટ માટે જ્યારે ઘઉં દળાવો ત્યારે તેમાં સોયાબીન પણ ઉમેરવાનું શરુ કરો. ઘઉં અને સોયાબીનના મિક્સ લોટથી દુનિયાની સૌથી પોષ્ટિક રોટલી બનશે. આ રોટલી વજન ઘટાડવાથી લઈ બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરશે.
વજન ઓછું કરવું હોય, હાર્ટ હેલ્ધી રાખવું હોય, ડાયાબિટીસમાં બ્લડ શુગર મેનેજ કરવું હોય તો તેના માટે ઘઉં અને સોયાબીનના મિક્સ લોટની રોટલી ખાવાનું શરુ કરો. ઘઉં અને સોયાબીનના મિક્સ લોટથી જે રોટલી બનશે તે પોષકતત્વોથી ભરપુર હશે.

સોયાબીનમાં સૌથી વધુ પ્રોટીન હોય છે. આ સાથે તેમાં પોટેશિયમ, આયરન, સોડિયમ પણ ભરપુર માત્રામાં હોય છે. સોયાબીન સ્વાસ્થ્ય માટે લાભકારી છે. જો તમે રોટલી માટેનો લોટ દળાવો ત્યારે ઘઉંની સાથે સોયાબીન મિક્સ કરવાનું શરુ કરશો તો રોટલી માટે તેનાથી વધારે હેલ્ધી ઓપ્શન બીજો કોઈ નહીં હોય. કારણ કે સોયાબીન હાર્ટને હેલ્ધી રાખવામાં હેલ્પ કરશે, વજન મેનેજ કરવામાં મદદ કરશે, બ્લડ શુગર મેનેજ કરવામાં મદદ કરશે, તેનાથી હાડકા પણ મજબૂત થશે.
વજન ઓછું કરે તેવી રોટલી
વજન ઓછું કરવાનો પ્રયત્ન કરતાં લોકો રોટલી માટે હેલ્ધી વિકલ્પ શોધતા હોય છે. રોટલી માટે સોયાબીન પણ બેસ્ટ વિકલ્પ છે. જો તમે ઘઉંના લોટમાં પણ સોયાબીનનો લોટ મિક્સ કરીને રોટલી બનાવશો તો તેનાથી પણ પેટ કલાકો સુધી ભરેલું રહેશે અને વજન ઓછું કરવામાં મદદ મળશે.
બ્લડ શુગર કંટ્રોલમાં રહેશે
જો તમને ડાયાબિટીસ છે તો તમે ડાયટમાં સોયાબીન એડ કરી જ લો. સોયાબીન લો ગ્લાઈસેમિક ઈંડક્સ ફૂડ છે. તેનાથી શરીરમાં ઈંસુલિનનું સ્તર કંટ્રોલમાં રહે છે. તેમાં કાર્બ્સ ઓછા હોય છે. જે ડાયાબિટીસ માટે લાભકારી છે.
હાડકા મજબૂત થશે
સોયાબીનના લોટથી શરીરને જરૂરી પોષતત્વો મળી રહે છે. આ લોટનું સેવન કરવાથી શરીર સ્વસ્થ અને હાડકા મજબૂત રહે છે. મહિલાઓ માટે આ હેલ્ધી રોટલીનો સૌથી સારો વિકલ્પ છે. સોયાબીનનો લોટ સ્નાયૂના દુખાવાને ઓછા કરવામાં પણ મદદ કરે છે.

આમ તો સોયાબીનના લોટની રોટલી પણ ખાઈ શકો છો અને સોયાબીનને અલગ અલગ રીતે ડાયટમાં એડ કરી શકો છો. પરંતુ જો તમે રોટલીના લોટ માટે ઘઉં દળાવો તેમાં જ સોયાબીન મિક્સ કરી દેશો તો પરિવારના દરેક વ્યક્તિને તેનો લાભ થશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું… https://chat.whatsapp.com/GWJ3CqbR92e0qpODgUJ6gg
For more details… Contact 9322529232 / 9324483455

