મુખ્ય મંત્રી મારી લડકી બહેન યોજનામાં 3,542 કરોડ રૂપિયાના ખર્ચની કેગ (કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ) દ્વારા ટીકા કરવામાં આવ્યા બાદ અને 92 લાખ મહિલાઓને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવી હોવાની ચર્ચા બાદ રાજ્યમાં મોટો હોબાળો મચી ગયો છે.
રાજકીય વર્તુળોમાં ખાસ કરીને બીડ જિલ્લામાં અપાત્ર મહિલાઓના આંકડાઓને લઈને મૂંઝવણ હતી. હવે રાજ્યનાં મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરેએ આ તમામ વિવાદ પર વિગતવાર સ્પષ્ટતા આપી છે અને પાત્ર અને અપાત્ર મહિલાઓના ચોક્કસ આંકડા રજૂ કર્યા છે.
તટકરેએ સમજાવ્યું કે આ યોજના માટે ઈ-કેવાયસી પ્રક્રિયા ઓગસ્ટ 2025થી શરૂ કરવામાં આવી હતી. આ માટે મહિલાઓને 6 મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો હતો, જ્યારે ભૂલો સુધારવા માટે એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

વારંવાર તકો આપવા છતાં ઘણી મહિલાઓએ આ પ્રક્રિયા પૂર્ણ ન કરવાને કારણે યોજનામાંથી બાકાત રાખવામાં આવી છે.આ યોજનાની ઈ-કેવાયસી પ્રક્રિયા ઓગસ્ટ 2025થી શરૂ કરવામાં આવી હતી. આ માટે 6 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો અને ભૂલો સુધારવા માટે એપ્રિલ 2026 સુધી મુદત આપવામાં આવી હતી. છતાં 60 લાખ મહિલાઓએ ઈ-કેવાયસી પૂર્ણ કર્યું નહીં.
આવકવેરા વિભાગના ડેટા વેરિફિકેશનમાં જાણવા મળ્યું કે ૫ લાખ મહિલા પરિવારો કરદાતા છે. આથી તેમને અપાત્ર ઠરાવાઈ છે.
જે મહિલાઓના પતિ કે પરિવારની વાર્ષિક આવક ૨.૫ લાખથી વધુ છે તેમને બાકાત રાખવામાં આવી છે. આવી ૧૪ થી ૧૫ લાખ મહિલાઓનો ડેટા પ્રકાશમાં આવ્યો છે. સાડા ચાર થી પાંચ લાખ મહિલાઓના પરિવારના નામે ફોર વ્હીલર છે. અદિતિ તટકરેએ એમ પણ કહ્યું કે વહીવટીતંત્ર હાલમાં એવી મહિલાઓની ફરિયાદોની યુદ્ધના ધોરણે તપાસ કરી રહ્યું છે જેમણે ઈ-કેવાયસી પૂર્ણ કર્યું છે પરંતુ તેમને લાભ મળ્યો નથી.
યોજનાના મૂળ આંકડાઓ અંગેની મૂંઝવણ દૂર કરતાં તટકરેએ જણાવ્યું હતું કે શરૂઆતમાં 2 કરોડ 63 લાખ મહિલાઓએ નોંધણી કરાવી હતી. ચકાસણી પછી શરૂઆતમાં 2 કરોડ 43 લાખથી 2 કરોડ 47 લાખ મહિલાઓ પાત્ર હોવાનું જાણવા મળ્યું. જૂના આંકડાઓ સાથે આ સરખામણીને કારણે જ 92 લાખ મહિલાઓનો આંકડો ઘટાડવામાં આવ્યો છે. જોકે ખૂબ જ પારદર્શક રીતે ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી હાલમાં રાજ્યમાં 1.67 કરોડથી 1.7 કરોડ મહિલાઓ પાત્ર બની છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા 1.67 કરોડ મહિલાઓનાં બેંક ખાતાંઓમાં લાભ જમા કરાયો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું… https://chat.whatsapp.com/GWJ3CqbR92e0qpODgUJ6gg
For more details… Contact 9322529232 / 9324483455
