વિટામિન સી, પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન બી12 સહિતના પોષકતત્વોની વાત અવારનવાર થતી હોય છે પરંતુ ફોલેટની ખામથી થતી સમસ્યા અને શરીરની ફોલેટની જરૂરીયાતથી લોકો અજાણ હોય છે. આજે તમને જણાવીએ શરીરમાં ફોલેટ ઓછું હોય તો શું થાય અને આ ખામીને દુર કરવી શા માટે જરૂરી છે.
આપણું શરીર હેલ્થી રહે તે માટે અલગ અલગ પોષક તત્વોની જરૂર પડે છે. શરીર માટે જરૂરી વિટામિન સી, વિટામીન બી12, વિટામીન ડી સાથે ફોલેટ એટલે કે વિટામીન b9 પણ જરૂરી છે. વિટામીન બી9 એક આવશ્યક વોટર સોલ્યુબલ વિટામીન છે જે શરીરમાં નવી કોશિકાઓના નિર્માણ માટે ડીએનએના નિર્માણ માટે અને લાલ રક્તકોષિકાઓના ઉત્પાદન માટે જરૂરી હોય છે. જો શરીરમાં આ પોષક તત્વો ઓછું હોય તો કેટલીક સમસ્યાઓ વારંવાર થતી રહે છે. શરીર માટે ફોલેટ એટલું જરૂરી છે કે તેની ઉણપ સર્જાય તો વ્યક્તિ રોજના કામ પણ ન કરી શકે.
શરીર માટે જરૂરી ફોલેટ
મોટાભાગના લોકો શરીરમાં કેલ્શિયમ, વિટામિન ડી, આયરન, વિટામીન બી12 જેવા વિટામીન વિશે જ વાત કરે છે પરંતુ ફોલેટ પણ શરીર માટે જરૂરી પોષક તત્વ છે જેને ઇગ્નોર કરી દેવામાં આવે છે. ફોલેટ એટલે કે વિટામીન બી9 એવું ન્યુટ્રીયંટ છે જેની જરૂર શરીરને આજીવન પડે છે. ફોલેટ આપણા શરીરમાં ડીએનએ બનાવે છે, રેડ બ્લડ સેલનું નિર્માણ કરે છે, ખરાબ સેલ્સને રીપેર કરે છે અને નર્વસ સિસ્ટમના કાર્યો પણ સુચારું રીતે થાય તેમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આજના સમયમાં યુવાનોમાં ફોલેટની ખામી પણ વધારે જોવા મળે છે.

શરીરમાં એનર્જીનો અભાવ
કોઈપણ કારણ વિના જો તમને સતત થાક અને લો એનર્જી ફીલ થાય છે તો શક્ય છે કે તમારા શરીરમાં ફોલેટ ઓછું હોય. આપણા શરીરમાં સ્વસ્થ રેડ બ્લડ સેલ્સ હોય તો જ શરીરમાં એનર્જી લેવલ જળવાઈ રહે છે અને આ કામ ફોલેટ કરે છે. જો શરીરમાં ફોલેટ ઓછું હોય તો શરીરના ટીસ્યુ સુધી ઓક્સિજન પહોંચતું નથી અને શરીર સતત થાકેલું રહે છે. ઘણા લોકો પૂરતી ઊંઘ કર્યા પછી પણ થાકનો અનુભવ કરતા હોય છે.
એનિમિયા
શરીરમાં ફોલેટ ઓછું હોય તો એનિમિયાની સમસ્યા પણ થઈ શકે છે.. ફોલેટની ખામી હોય તો ચક્કર આવવા, શ્વાસ ફુલવો, માથામાં દુખાવો અને શરીર પીળું પડવા જેવા લક્ષણો પણ જોવા મળી શકે છે.. લાંબા સમય સુધી એનિમિયાનો ઈલાજ કરવામાં ન આવે તો શરીર પર ગંભીર અસર પડે છે.
બ્રેઇન ફોગ
ફોલેટ મગજ બરાબર કામ કરતું રહે તેના માટે પણ જરૂરી છે. ફોલેટ ઓછું હોય તો બ્રેઇન ફોગ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે જેના કારણે વ્યક્તિની સમજવાની અને વિચારવાની ક્ષમતા પર અસર પડે છે. વ્યક્તિને વસ્તુ યાદ રાખવામાં તકલીફ પડે છે અને સ્વભાવ પણ ચીડિયો થવા લાગે છે.. શરીરમાં ફોલેટ ઓછું હોય તો સુસ્તી અને મૂડ સ્વિંગનો અનુભવ પણ થાય છે.
મોઢામાં વારંવાર ચાંદા પડવા
શરીરમાં ફોલેટ ઓછું હોય તો મોઢામાં વારંવાર ચાંદા પડે છે. આ સિવાય જીભનો આગળનો ભાગ સોજેલો રહે છે અને મોઢામાં બળતરા પણ થતી રહે છે. આ 3 લક્ષણો જણાવે છે કે શરીરમાં ફોલેટ ઓછું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું… https://chat.whatsapp.com/GWJ3CqbR92e0qpODgUJ6gg
For more details… Contact 9322529232 / 9324483455
