વર્સોવા-અંધેરી-ઘાટકોપર મેટ્રો-1 રૂટ પર હવે અંધેરીથી ઘાટકોપર દરમિયાન ઓછા અંતર માટે (મિકસ્ડ લૂપ) મેટ્રો ફેરી ચલાવવામાં આવશે. મુંબઈ મેટ્રો વન તરફથી એનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મેટ્રો રૂટ પર ગિરદી થતા જ આ વિકલ્પ લાગુ કરવામાં આવશે. તેથી ગિરદીના સમયે આ મેટ્રો ફેરીથી અતિરિક્ત 20 હજાર પ્રવાસીઓ લઈ જવાની ક્ષમતા વધશે. પરિણામે પ્રવાસીઓનો ગિરદીમાંથી થોડો ઘણો છૂટકારો થશે.
મેટ્રો-1 રૂટની લંબાઈ 11.4 કિલોમીટર છે અને એના પર 12 સ્ટેશન છે. અત્યારે ચાર ડબ્બાની ટ્રેન આ રૂટ પર ચલાવવામાં આવે છે. જો કે કરજમાં ડૂબેલી હોવાથી અતિરિક્ત ટ્રેનની ખરીદી પર તેમ જ છ ડબ્બાની ટ્રેન ચલાવવા પર મર્યાદા આવી છે. અત્યારે મેટ્રો રૂટ પર કાર્યાલયના દિવસોમાં દરરોજ લગભગ 5 લાખ કરતા વધારે પ્રવાસીઓ પ્રવાસ કરે છે. તેથી કાર્યાલયના સમયમાં મેટ્રોમાં પ્રવાસીઓની ગિરદી વધે છે.

મોટા ભાગના પ્રવાસીઓ પૂર્વ ઉપનગરો, થાણે, કલ્યાણ, ડોંબિવલી, બદલાપુર ખાતેથી ટ્રેન, બસ અથવા રિક્ષાથી ઘાટકોપર આવે છે. આગળ તેઓ મેટ્રોથી અંધેરી સુધી પ્રવાસ કરે છે. આ મેટ્રો પરના 88 ટકા પ્રવાસીઓ ઘાટકોપરથી અંધેરી દરમિયાન પ્રવાસ કરે છે.
કાર્યાલયના સમયમાં મેટ્રોમાં ઘણી ગિરદી હોય છે. હવે ચોમાસામાં ગિરદીનો સામનો કરવા એમએમઓપીએલે તૈયારી શરૂ કરી છે. એ દષ્ટિએ મિકસ્ડ લૂપની ફેરીઓ ચલાવવાનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે શોર્ટ લૂપ સેવા ચલાવી હતી. એ સમયે ગિરદીના સમયમાં 10 હજાર પ્રવાસી લઈ જવાની ક્ષમતા વધી હતી. આ વખતે ક્ષમતા 20 હજાર પ્રવાસીઓ સુધીની વધારવામાં આવી છે.
મેટ્રો સેવા માટે પ્રવાસીઓની માગણી વધશે એ સમયે આ ટાઈમટેબલ લાગુ કરવામાં આવશે. સૌથી વધુ ગિરદીવાળા ભાગમાં ઉપલબ્ધ ક્ષમતાનો વધુ કાર્યક્ષમ ઉપયોગ કરીને પ્રવાસીઓને સારી સેવા આપવાનો

પ્રયત્ન છે એમ એમએમઓપીએલના મુખ્ય કાર્યકારી અધિકારી શ્યામંતક ચૌધરીએ જણાવ્યું હતું.
ચોક્કસ શું ફેરફાર છે?- ઘાટકોપરથી નીકળેલી મેટ્રો ટ્રેન છેલ્લા સ્ટેશન વર્સોવા સુધી જાય છે. ત્યાંથી પાછી વળી ફરીથી ઘાટકોપર આવે છે. એના બદલે નવા ફેરફારમાં પ્રવાસીઓની વધુ સંખ્યાવાળા ઘાટકોપરથી અંધેરી માર્ગ પર કેટલીક અતિરિક્ત ટ્રેન ચલાવવામાં આવશે. ઘાટકોપર સ્ટેશનથી નીકળેલી ટ્રેન અંધેરી સુધી જશે અને ત્યાંથી એ ફરી ઘાટકોપર પાછી આવશે. બેમાંથી એક ટ્રેન અંધેરી સુધી દોડશે તો બીજી ટ્રેન વર્સોવા સુધી જશે.
482 ફેરી સુધી વધારો ફેરફાર લાગુ થયા પર ટ્રેનની ફ્રિકવન્સી છથી સાત ટકા વધશે. તેમ જ ટ્રેનની ફેરીઓમાં 482 સુધી વધારી શકાશે. દર કલાકે ત્રણ અતિરિક્ત ફેરી થઈ શકશે એવી માહિતી મેટ્રો-1ના અધિકારીઓએ આપી હતી. મેટ્રો-1 રૂટ પર હાલની સ્થિતિમાં ગિરદીના સમયે 3 મિનિટ 20 સેકન્ડે ટ્રેન દોડે છે. ગિરદી ન હોય ત્યારે 5 મિનિટ 55 સેકન્ડે દોડે છે. મિકસ્ડ લૂપ ટાઈમટેબલ લાગુ કર્યા પછી ઘાટકોપરથી અંધેરી દરમિયાન 3 મિનિટ 8 સેકન્ડે એક ટ્રેન ચલાવવામાં આવશે અને વર્સોવાથી ઘાટકોપર દરમિયાન 5 મિનિટ 76 સેકન્ડે દોડશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/KcltnvXQoy0HtncpMXCPRr
For more details… Contact 9322529232 / 9324483455
