શ્રી કોઠારા કામેશ્વર ભક્ત મંડળ (મુલુંડ, મુંબઈ) દ્વારા આ વર્ષે પણ પરંપરાગત રીતે કચ્છના કોઠારા મુકામે ભવ્ય ધાર્મિક અને સામાજિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મંડળ દ્વારા આ વર્ષે ૩૧મા હોમાત્મક લઘુરુદ્ર અભિષેક રુદ્રી અને નવચંડી હવનનું આયોજન આગામી ૭ સપ્ટેમ્બર ૨૦૨૬થી ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવની સાથે-સાથે વિદ્યાર્થી સન્માન, ગૌ-સેવા અને બ્રહ્મભોજન જેવા અનેક સેવાકીય કાર્યો પણ હાથ ધરવામાં આવશે.
મહોત્સવની વિગતવાર રૂપરેખા નીચે મુજબ છે:
- ૭ સપ્ટેમ્બર ૨૦૨૬ (સોમવાર): મુંબઈથી ભક્તો કચ્છ એક્સપ્રેસ દ્વારા બાંદ્રા ટર્મિનસથી ભુજ જવા રવાના થશે.
- ૮ સપ્ટેમ્બર ૨૦૨૬ (મંગળવાર): ભુજથી કોઠારા આગમન. સાંજે ૪:૦૦ કલાકે ફૂલબત્તી વિતરણ અને ગામના મંદિરના દર્શન યોજાશે. ત્યારબાદ સાંજે ૫:૩૦ કલાકે છાત્રાલય મધ્યે કોઠારા લોહાણા મહાજન તરફથી ‘સરસ્વતી સન્માન’ કાર્યક્રમ અને ભોજન પ્રસાદનું આયોજન છે.
- ૯ સપ્ટેમ્બર ૨૦૨૬ (બુધવાર): કોઠારા આશાપુરા માતાજીના પ્રાંગણમાં ભવ્ય ‘નવચંડી હવન’ આખો દિવસ ચાલશે.
- ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬ (ગુરૂવાર): મુખ્ય ધાર્મિક ઉત્સવ એવો ‘હોમાત્મક લઘુરુદ્ર અભિષેક રુદ્રી’ (પૂર્ણ દિવસ) અને મહાપ્રસાદ યોજાશે.
- ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ (શુક્રવાર):
- સવારે ૯:૦૦ થી ૧૦:૦0 વાગ્યા સુધી જી. ટી. સ્કુલ પ્રાંગણમાં ‘સરસ્વતી સન્માન’ કાર્યક્રમ.
- સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી કોઠારા પાંજરાપોળ ખાતે ગૌમાતાને લાપસી અને પંખીઓને ચણ નાખવાનો સેવાકીય કાર્યક્રમ.
- બપોરે ગામના બ્રાહ્મણ અને ગોસ્વામી પરિવાર માટે ‘બ્રહ્મભોજ’નું આયોજન. (નોંધ: શુક્રવારે સાંજે ઈચ્છુક ભક્તો માટે શ્રી પિંગલેશ્વર મહાદેવના દર્શનની વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી છે).
મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે શુક્રવાર રાતથી શનિવાર બપોર સુધી તમામ ભક્તો માટે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
જોડાવા અને વધુ માહિતી માટે સંપર્ક:
આ હોમાત્મક લઘુરુદ્રમાં ભાગ લેવા અથવા કોઠારા આવવા ઈચ્છતા તમામ ભાઈ-બહેનોએ વહેલી તકે મંડળના નીચે દર્શાવેલા સભ્યોનો સંપર્ક કરવા વિનંતી છે:
- શ્રી લાલજીભાઈ સોની: 9819092050
- શ્રી વલ્લભદાસ ભગદે: 9820262331
- કાર્યાલય: c/o શ્રી લાલજીભાઈ જ્વેલર્સ, પ્રણવ પ્લાઝા, એમ. જી. રોડ, મુલુંડ વેસ્ટ, મુંબઈ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
