શ્રી મહિલા મંડળ દ્વારા આ વર્ષનો પ્રથમ કાર્યક્રમ બુધવાર, તારીખ 1લી જુલાઈ 2026ના રોજ સાંજે 4:00 થી 7:00 વાગ્યા દરમિયાન ખૂબ જ ઉત્સાહભેર યોજાયો. આ કાર્યક્રમનું આયોજન 302, કપીશ મોલ, 3જો માળ, એમ.જી. રોડ, મુલુંડ (વેસ્ટ) ખાતે આવેલ આદિત્ય બિરલા ઓફિસમાં કરવામાં આવ્યું હતું.






આ વખતનો કાર્યક્રમ માહિતીસભર અને મનોરંજક એમ બંનેનો સુંદર સમન્વય હતો. આદિત્ય બિરલા ગ્રુપના નિષ્ણાતો દ્વારા કંપનીની વિવિધ યોજનાઓ, રોકાણના વિકલ્પો, મહિલાઓ માટેની ખાસ પોલિસીઓ અને ફાયનાન્શિયલ પ્લાનિંગ અંગે સરળ ભાષામાં વિસ્તૃત માહિતી આપવામાં આવી. ઉપસ્થિત બહેનોએ પોતાના પ્રશ્નો પૂછીને દરેક યોજનાને બારીકાઈથી સમજી હતી.






માહિતી સત્ર બાદ બહેનો માટે મનોરંજક હાઉસીની રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. હાસ્ય અને ઉત્સાહ સાથે બધી બહેનોએ ખૂબ આનંદ માણ્યો. કાર્યક્રમના અંતે હળવો નાસ્તો અને ચા-પાણીની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી.
ઉપસ્થિત દરેક મેમ્બર બહેનોએ કાર્યક્રમના સુચારુ આયોજન, ઉપયોગી માહિતી અને મનોરંજનના સમન્વયને ખૂબ વખાણ્યો હતો.






શ્રી મહિલા મંડળમાં હજી પણ નવી મેમ્બરશિપ લેવાનું ચાલુ છે તો જે બહેનોને મંડળમાં જોડાઈને આવનારા કાર્યક્રમો, પિકનિક, વર્કશોપ અને સોશિયલ સેવાનો લાભ લેવો હોય તેઓ રાજુલબેન મોનાણીનો 83560 86862 નંબર પર સંપર્ક કરી શકે છે. આવનારા કાર્યક્રમોની માહિતી ટૂંક સમયમાં જ ગ્રુપમાં તેમજ ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના માધ્યમથી જણાવવામાં આવશે.


Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
