સખી ફેસ્ટિવલ ગ્રુપ દ્વારા સોમવાર, તા. 29 જૂન 2026ના રોજ બીજા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે કાર્યક્રમની થીમ ‘વર્ષાઋતુ – સતરંગી’ રાખવામાં આવી હતી, જેને અનુરૂપ તમામ બહેનોએ રંગબેરંગી પરિધાનમાં સજ્જ થઈને ઉત્સાહભેર હાજરી આપી હતી. આખો હોલ મેઘધનુષ્યના સાત રંગોથી ઝળહળી ઉઠ્યો હતો.




કાર્યક્રમની શરૂઆત થીમ મુજબ તૈયાર થઈને આવેલી તમામ સખીઓનું વિશેષ સ્વાગત કરીને કરવામાં આવ્યું અને તેમને આકર્ષક ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવી. ‘સતરંગી’ લુકમાં સજેલી બહેનોના ફોટોસેશને કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા.
મનોરંજન માટે હાઉસી તેમજ વિવિધ ઇન્ડોર ગેમ્સનું આયોજન કરાયું હતું. તૃપ્તિબેન દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક અને સરસ રીતે ગેમ્સનું સંચાલન કરવામાં આવ્યું. દરેક ગેમમાં વિજેતા બહેનોને ગિફ્ટ્સ આપવામાં આવી, જેથી સમગ્ર વાતાવરણ હાસ્ય અને તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું.


આ ઉપરાંત કાર્યક્રમમાં લકી ડ્રો પણ યોજવામાં આવ્યો હતો, જેમાં નસીબદાર વિજેતાઓને ખાસ ભેટો આપવામાં આવી. એ દિવસે ‘વટ સાવિત્રી’ વ્રત હોવાથી તેની પણ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. પરંપરાગત વિધિ બાદ વટ સાવિત્રી નિમિત્તે પણ બહેનોને ગિફ્ટ્સ આપવામાં આવી. ખરેખર, આખા કાર્યક્રમમાં ગિફ્ટનો વરસાદ થયો હોય તેવો માહોલ સર્જાયો હતો.
સંગીત, નૃત્ય, ગેમ્સ અને ગિફ્ટ્સથી ભરપૂર આ કાર્યક્રમ આનંદ અને ઉત્સવના માહોલમાં સંપન્ન થયો. સૌ સખીઓએ એકસૂરે કહ્યું કે આ દિવસ તેમના માટે યાદગાર બની રહેશે.



હજુ પણ જે બહેનોને આ ગ્રુપમાં જોડાવું હોય તેમણે નામ નોંધાવવા માટે હંસાબેન જગદીશભાઈ ઠક્કરનો 7021701678 નંબર પર સંપર્ક કરવો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
