મહિલાઓને થતી હોર્મોનલ સમસ્યાઓમાં વધારો કેટલીક ખરાબ આદતોના કારણે થાય છે. અનિયમિત લાઈફસ્ટાઈલ અને ખરાબ ફુડ હેબિટ હોર્મોન્સમાં ગડબડ કરે છે. આ ગડબડના કારણે મહિલામાં સ્વાસ્થ્ય સમસ્યા વધી જાય છે.
30 વર્ષ પછી મહિલાને જેમ જેમ ઉંમર વધે તેમ હોર્મોનલ ફેરફારોમાંથી પસાર થવું પડે છે. હોર્મોન ઇમ્બેલન્સના કારણે મહિલાઓના સ્વાસ્થ્ય, એનર્જી અને મૂડને અસર થાય છે. હોર્મોન્સમાં ફેરફાર થવાની પ્રક્રિયામાંથી દરેક મહિલાને પસાર થવું જ પડે છે પરંતુ આ પ્રક્રિયા દરમિયાન મહિલાઓ જો ખોટી આદતો અને અનહેલ્થી લાઈફ સ્ટાઈલ અપનાવી લે તો તેના કારણે તકલીફ વધી શકે છે. કેટલીક આદતો એવી હોય છે જે હોર્મોનલ બેલેન્સ બગાડે છે. હોર્મોન્સ પર અસર કરતી આ ખરાબ આદતો કઈ છે ચાલો તમને જણાવીએ.

30 વર્ષ પછી મહિલાને જેમ જેમ ઉંમર વધે તેમ હોર્મોનલ ફેરફારોમાંથી પસાર થવું પડે છે. હોર્મોન ઇમ્બેલન્સના કારણે મહિલાઓના સ્વાસ્થ્ય, એનર્જી અને મૂડને અસર થાય છે. હોર્મોન્સમાં ફેરફાર થવાની પ્રક્રિયામાંથી દરેક મહિલાને પસાર થવું જ પડે છે પરંતુ આ પ્રક્રિયા દરમિયાન મહિલાઓ જો ખોટી આદતો અને અનહેલ્થી લાઈફ સ્ટાઈલ અપનાવી લે તો તેના કારણે તકલીફ વધી શકે છે. કેટલીક આદતો એવી હોય છે જે હોર્મોનલ બેલેન્સ બગાડે છે. હોર્મોન્સ પર અસર કરતી આ ખરાબ આદતો કઈ છે ચાલો તમને જણાવીએ.
દરેક વાતમાં સ્ટ્રેસ લેવો
99% મહિલાઓ આ ભૂલ કરે છે અને આ ભૂલ તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે.. ઘર પરિવાર અને કામની જવાબદારીઓમાં મહિલાઓ એટલો સ્ટ્રેસ લેતી હોય છે કે તેના કારણે હોર્મોન ફંકશનમાં ગડબડ સર્જાય છે અને તેના કારણે થાઇરોડ અને અનિયમિત માસિક જેવી સમસ્યાઓ વધવા લાગે છે. હોર્મોનલ સમસ્યાઓથી બચવું હોય તો સ્ટ્રેસ લેવાનું છોડી દેવું.
આહારમાં પોષક તત્વોનો અભાવ
મહિલાઓ પોતાના આહારને લઈને પણ બેદરકારી રાખતી હોય છે. 30 વર્ષની ઉંમર પછી મહિલાઓએ પોતાના આહારમાં કેલ્શિયમ, આયરન, વિટામિન ડી, વિટામીન બી12, ઓમેગા 3 અને મેગ્નેશિયમથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. જો આ જરૂરી પોષક તત્વો શરીરમાં ન હોય તો હોર્મોનલ ઈમ્બેલેન્સ સર્જાય છે. આ ખામીને દૂર કરવા માટે આહારમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવો.

વધારે પડતી ખાંડ ખાવી
હોર્મોન ઇમ્બેલેન્સનું કારણ વધારે પડતી મીઠી વસ્તુઓ અને પ્રોસેસ્ડ ફૂડ પણ બને છે. મીઠાઈ, પેકેટમાં મળતા ફૂડ, બેકરી આઈટમ અને તળેલી વસ્તુઓ ખાવાથી હોર્મોન્સ ડિસ્ટર્બ થાય છે. શરીરમાં સુગરનું પ્રમાણ વધે તો મહિલાઓમાં પીસીઓએસ અને વજન વધવાનું જોખમ પણ વધે છે.
ઓછું પાણી પીવું
ડિહાઇડ્રેશનના કારણે પણ હોર્મોનલ એક્ટિવિટી પર અસર થાય છે. જો દિવસ દરમિયાન પાણી ઓછું પીવાતું હોય તો શરીરમાં એકત્ર થતાં ટોક્સિન બહાર નીકળતા નથી અને તેના કારણે સ્કીન અને હોર્મોન સંબંધિત સમસ્યા શરૂ થાય છે. આવું ન થાય તે માટે દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું.

અનિયમિત સ્લીપ સાયકલ
સ્વાસ્થ્ય સારું રહે તે માટે સ્લીપ સાયકલ બરાબર હોય તે જરૂરી છે. આજના સમયમાં મોટાભાગના લોકો મોડી રાત સુધી મોબાઈલ જોવામાં સમય પસાર કરે છે. જેના કારણે સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલનું સ્તર વધી જાય છે અને એસ્ટ્રોજન તેમજ પ્રોજેસ્ટેરોન જેવા હોર્મોન અસંતુલિત થાય છે. આવું ન થાય તે માટે સૂવાનો સમય અને જાગવાનો સમય નક્કી રાખો. રોજ સાતથી આઠ કલાક ઊંઘ થાય તે જરૂરી છે.
બેઠાળુ જીવનશૈલી
લાંબા સમય સુધી બેસીને કામ કરવું પડે તેવું રૂટીન અને ફિઝિકલ એક્ટિવિટીનો અભાવ હોર્મોનલ સમસ્યાઓ વધારે છે. હોર્મોન બેલેન્સ કરવા માટે રોજ 30 મિનિટ વર્કઆઉટ કરો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
