મુલુંડના અચલગચ્છ સમાજના પ.પૂ.સા.શ્રી. સંયમગુણાશ્રીજી મ.સા. માતુશ્રી માનબાઈ દામજી ખીંયશી મૈશેરી કચ્છ ગામ લાલાના દીકરી મ.સા., મુલુંડ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના ટ્રસ્ટી હંસકુમારભાઈ, મુકેશભાઈ, લહેરચંદભાઈ (એલ.ડી.), ચેતનાબેન પીતાંબર ખોના (જૈન)ના સંસારી પક્ષે બહેન મ.સા. આદી ઠાણા-4નું ગદગ નગરે ભવ્યાતિભવ્ય ચાતુર્માસ પ્રવેશ ગુરુવાર તા.25-6-26ના રોજ ઉલ્લાસપૂર્વક સંપન્ન થયેલ.


આ પ્રસંગે કદઓ જૈન જ્ઞાતિ મહાજન મુંબઈના ટ્રસ્ટી શ્રી દીનેશભાઈ રામજીભાઈ લોડાયા ઉપરાંત મુંબઈથી ભાયંદર, બોરીવલી, કાંદીવલી, મલાડ, બાંદરા શહાડ, મસ્જીદ બંદર, ભાંડુપ, મુલુંડ બહારગામથી નાંદેડ, અમલનેર, કારંજા, બેલારી, યવતમાલ, હૈદરાબાદ, હુબલી, કદઓ જૈન મહાજનના સર્વે બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગદગ જૈન સંઘ અને વિમલા સંજય મોતાએ સૌને ભાવતા ભોજન જમાડી લોકોના દિલ જીતી લીધા હતા. પધારેલા સૌ મહેમાનોનું જાજરમાન સ્વાગત કરવામાં આવ્યું હતં.


પ.પૂ. સાધ્વીજી મ.સા.નો ચાતુર્માસ પ્રવેશ શ્રીમાન ડો.પ્રદીપ સોમચંદ ખોનાના નિવાસ સ્થાને શરુ થઈ અને ચીંતામણી પાર્શ્વનાથ જીનાલય પહોંચ્યો હતો. પ્રવેશ દરમ્યાન લગભગ 350/400 ભાવિકો હાજર રહ્યા હતા.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
