વાશી વિસ્તારમાં આવેલા એશિયાના સૌથી મોટા માર્કેટોમાંના એક એવા APMC (એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી) અંતર્ગત આવતા દાણા બંદર (ગ્રેન માર્કેટ)માં દર ચોમાસાની જેમ આ વર્ષે પણ વેપારીઓની મુશ્કેલીઓ યથાવત જોવા મળી રહી છે. અહીં સામાન્ય વરસાદ પડતાં જ ‘M’ ગલી સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જાય છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વેપારીઓના જણાવ્યા અનુસાર, આ કોઈ નવી સમસ્યા નથી. દર વર્ષે ચોમાસાની શરૂઆત થતાં જ દાણા બંદરની ‘M’ ગલી અને તેની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. આ ગંભીર સમસ્યા અંગે દર વર્ષે APMC પ્રશાસન અને સંબંધિત સરકારી અધિકારીઓને લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવે છે. આમ છતાં, આજદિન સુધી તંત્ર દ્વારા આનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. અધિકારીઓની આ નબળી કામગીરી અને ઉદાસીન વલણને કારણે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વેપારીઓને થતું મોટું નુકસાન
ગ્રાહકો પણ આવી સ્થિતિમાં ખરીદી કરવા આવી શકતા નથી, જેનાથી વેપારીઓનો ધંધો ચોપટ થઈ રહ્યો છે. પાણી ભરાવાને કારણે માત્ર વેપારને જ અસર નથી થતી, પરંતુ માર્કેટમાં આવતા ભારે વાહનો (ટ્રક અને ટેમ્પો)ના આવાગમનમાં પણ મોટી અડચણ ઊભી થાય છે. મજૂરોને માલ સામાનની હેરફેર કરવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
વહેલી તકે ઉકેલ લાવવા વેપારીઓની માંગ
વર્ષોથી ટેક્સ અને અન્ય સેસ ચૂકવતા હોવા છતાં પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે હવે વેપારીઓનો સંયમ ખૂટી રહ્યો છે. વેપારી સંગઠનો અને સ્થાનિક દુકાનદારોએ પ્રશાસન પાસે તીવ્ર અપેક્ષા વ્યક્ત કરી છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
