પવિત્ર પુરુષોત્તમ માસ (અધિક માસ) નિમિત્તે મુલુંડ ચેકનાકા ખાતે હીરામોતીનગર સોસાયટીમાં ભક્તિનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. સોસાયટીની તમામ મહિલાઓએ સાથે મળીને ગત ૧૫ મેથી ૧૫ જૂન દરમિયાન એક મહિના સુધી ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું, જેના કારણે સમગ્ર સોસાયટીનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
એક મહિના સુધી રોજ મહિલાઓ દ્વારા સામૂહિક પૂજા-અર્ચના, આરતી અને પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાતા ભજનો તથા કીર્તનની રમઝટ જામી હતી.


અધિક માસના વિશેષ પુણ્ય ભાથાના ભાગરૂપે સોસાયટીની મહિલાઓ દ્વારા પ્રસિદ્ધ તીર્થસ્થળ ખડવલી ખાતે એક ભવ્ય ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં બધાએ પવિત્ર નદીમાં સ્નાન કરી, ભગવાનની પૂજા-અર્ચના કરીને ધન્યતા અનુભવી હતી. પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિના અવસરે પરંપરાગત રીતે ગોરમાની પૂજા કરી સૌ મહિલાઓએ સાથે મળીને ગોરમાનું વિસર્જન કર્યું હતું. ધાર્મિક વિધિઓ સંપન્ન થયા બાદ પ્રકૃતિના સાન્નિધ્યમાં વન ભોજનનું લાભ લીધો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
