શરીર હેલ્ધી રહે એ જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે કે આપણી સ્કિન પણ હેલ્ધી હોય. મોટાભાગના લોકો સ્વાદના ચક્કરમાં એવી વસ્તુઓ વધારે ખાતા હોય છે જે તેમની સ્કિનને નુકસાન કરે. તો ચાલો તમને જણાવીએ એવી કઈ 5 વસ્તુઓ છે જે ટેસ્ટી લાગે છે પણ સ્કિન માટે હાનિકારક છે.
ભોજન ફક્ત પેટ ભરવા માટે નથી હોતું તે શરીરને જરૂરી પોષણ મળે તેના માટે પણ હોય છે. સ્વાદના ચક્કરમાં ઘણી વખત લોકો એવી વસ્તુઓ ખાઈ લેતા હોય છે જે પેટ તો ભરે છે પણ સ્કીન અને વાળને જરૂરી પોષણ આપતું નથી. એક્સપર્ટ અનુસાર આપણે જે પણ વસ્તુ ખાતા હોય તેની સીધી અસર આપણી ત્વચા પર પડે છે. જો તમે સ્કીનને હેલ્થી અને ગ્લોઇંગ રાખવા માંગો છો તો સારી ડાયટ ફોલો કરવી જરૂરી છે.

જો તમે આહારમાં ફેરફાર કરી લેશો તો તેની અસર સ્કિન પર પણ દેખાવા લાગશે. અને આહારમાં જો તમે સ્કીન માટે હાનિકારક વસ્તુઓનો સમાવેશ કરશો તો તેનાથી સ્કિન પર ખીલ, પિગમેન્ટેશન, ડ્રાયનેસ, કરચલીઓ જેવી સમસ્યા વધતી દેખાશે. બ્યુટી અને સ્કીન કેર એક્સપર્ શેહનાઝ હુસેને એવી 5 વસ્તુઓ વિશે જણાવેલું છે જે સ્કિન માટે હાનિકારક છે. સ્કિન હેલ્થને ખરાબ કરતી આ 5 વસ્તુઓ કહે છે ચાલો તમને પણ જણાવીએ.
ડીપ ફ્રાઈડ સ્નેક્સ
અલગ અલગ પ્રકારની ચિપ્સ, ફ્રેન્ચ ફ્રાઈસ અને અન્ય તળેલી વસ્તુઓ ખાવામાં તો સ્વાદિષ્ટ લાગે છે પરંતુ તેના માધ્યમથી શરીરમાં અનહેલ્થી ફેટ જાય છે. ગરમ તેલમાં તળેલી હોવાના કારણે આ વસ્તુઓમાં રહેલા પોષક તત્વોનો પણ નાશ થઈ જાય છે. આવી વસ્તુ ખાવાથી ઉંમર વધે તે પહેલાં સ્કિન ચમક અને ઇલાસ્ટીસીટી ગુમાવે છે.
રિફાઇન્ડ કાર્બ્સ
રિફાઇન્ડ કાર્બ્સ પણ શરીરમાં ઝડપથી સુગર લેવલ વધારે છે જેના કારણે ઇન્સ્યુલિન પ્રોડક્શન વળી જાય છે. વાઈટ બ્રેડ, પાસ્તા સહિતની વસ્તુઓ વધારે માત્રામાં ખાવાથી ખીલ થાય છે અને ખાસ કરીને સ્કિન પર સોજા નું કારણ બને છે.
ડેરી પ્રોડક્ટ
ઘણા લોકો માટે ડેરી પ્રોડક્ટ પણ નુકસાનકારક છે. ડેરી પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી ખીલની સમસ્યા વધી શકે છે. જો તમે પ્રોપર સ્કીન કે રૂટીન ફોલો કરો છો તેમ છતાં સ્કીન પ્રોબ્લેમ રહે છે તો તમે ડેરી પ્રોડક્ટનું ઇન્ટેક કેવી રીતે કરો છો અને કેટલું કરો છો તેના પર ધ્યાન આપવું

ફાસ્ટ ફૂડ
બર્ગર, પિઝા, સેન્ડવીચ જેવી વસ્તુઓમાં અનહેલ્ધી ફેટ રિફાઇન્ડ કાર્બ્સ અને સોડિયમ વધારે પ્રમાણમાં હોય છે તેનું વારંવાર સેવન કરવાથી સોજા, સ્કિન બ્રેક આઉટ અને ત્વચા પર પડતી કરચલીઓની સમસ્યા ઝડપથી વધે છે
ફ્લેવર્ડ સ્વીટ ડ્રિંક્સ
અલગ અલગ પ્રકારના ફ્લેવરની કોફી અને મીઠા પીણા પીવાનો ટ્રેન્ડ વધ્યો છે. પરંતુ ફ્લેવર ડ્રિન્ક વધારે માત્રામાં લેવામાં આવે તો તેનાથી સ્કિનને નુકસાન થાય છે. અલગ અલગ પ્રકારના મીઠા પીણામાં જે સુગર હોય છે તે સ્કિનના કોલેજન અને ઇલાસ્ટીસિટીને નુકસાન કરે છે. જેના કારણે ઢીલી પડી જાય છે અને ફાઇનલ લાઈન્સ વધી જાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
