રોજ સોડા પીવાની આદત કબજિયાત, ગેસ, એસિડીટી મટાડે કે નહીં એ તો નક્કી નથી પણ રોજ વધારે પ્રમાણમાં સોડા પીવાથી કેન્સર જેવી ગંભીર બીમારી થવાનું જોખમ જરૂરથી વધી જાય છે. જો તમને પણ વાતવાતમાં સોડા પીવાની આદત છે તો તમારા માટે આ વાત જાણવી જરૂરી છે.
સોડા દેખાવમાં તો પાણી જેવી લાગે છે પણ આ પ્રવાહી તમારા શરીરને કઈ હદ સુધી નુકસાન પહોંચાડી શકે તેની કલ્પના પણ તમે ન કરી શકો. અનેક લોકો એવા હશે જેવો સોડા પીતા હોય છે. મોટાભાગના લોકો એસીડીટી, કબજિયાત, ગેસ જેવી તકલીફથી મુક્તિ મેળવવા માટે સોડા પીતા હોય છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે પાચન સંબંધિત આવી સમસ્યાઓ મટાડવાનો ઈલાજ સોડા નથી.

ડોક્ટરોનું કહેવું છે કે સોડાનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધારી શકે છે. સોડા પીવાથી કબજિયાત કે પાચનની તકલીફો દૂર થાય કે તેમાં સુધારો થાય તેવું નથી. તેનાથી વિપરીત સોડા પીવાના કારણે કબજિયાત સિવાય શરીરમાં અન્ય ગંભીર સમસ્યાઓ વધી શકે છે. જેમાંથી એક આંતરડાનું કેન્સર થવાનું જોખમ પણ છે.
સોડા પીવાથી થતી આડઅસરો
1. હાવર્ડ હેલ્થની એક રિસર્ચ અનુસાર વધારે પ્રમાણમાં સોડા પીવાથી વજન વધવા લાગે છે. આ સિવાય નિયમિત રીતે સોડા પીવાથી ટાઈપ ટુ ડાયાબિટીસ થવાનું જોખમ પણ અનેક ઘણું વધી જાય છે.

2. વધારે પ્રમાણમાં સોડા પીવાની આદત હોય તે લોકોને ફેટી લીવરનું જોખમ પણ વધી જાય છે. રિસર્ચ અનુસાર જે લોકો વધારે માત્રામાં રોજ સોડા પીવે તેને નોન આલ્કોહોલિક લીવર ડિસીઝ થવાનું જોખમ પણ વધી જાય છે.
3. રિસર્ચ અનુસાર રોજ એક કે બે કેન સોડાના પીવાથી આંતરડાનું કેન્સર થવાનું જોખમ પણ વધી જાય છે. વોશિંગ્ટન યુનિવર્સિટીના એક અધ્યયનમાં સામે આવ્યું કે વયસ્ક વ્યક્તિ રોજ બે કે તેનાથી વધારે મીઠા કોલ્ડ ડ્રિંકનું સેવન કરે તો તેમને આંતરડાનું કેન્સર થવાનું જોખમ અનેક ગણું વધી જાય છે.
4. સોડામાં રહેલી વધારે પડતી ખાંડ આંતરડાના ગુડ બેક્ટેરિયાને નુકસાન કરે છે. જેના કારણે ભોજન બરાબર પચતું નથી અને પેટ સાફ આવવામાં પણ સમસ્યા થાય છે. પરિણામે કબજિયાત વધે છે. કબજિયાતના કારણે પણ ગંભીર સમસ્યા થવાનું જોખમ વધી જાય છે.

પેટની સમસ્યામાં શું પીવું ?
જે લોકો ગેસ, એસીડીટી જેવી પેટની સમસ્યાથી રાહત મેળવવા માટે સોડા વારંવાર પીતા હોય તેમણે સોડાને બદલે હુંફાળુ પાણી, લીંબુ પાણી કે નાળિયેર પાણી પીવું જોઈએ. આ સિવાય પાચનની તકલીફો રહેતી હોય તો ખોરાકમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય. આહારમાં લીલા શાકભાજી, ફળ અને આખા અનાજનું સેવન કરો તેનાથી પણ કબજિયાત સહિતની સમસ્યાઓથી રાહત મળી શકે છે. જો લાંબા સમયથી પાચન કે પેટ સંબંધિત સમસ્યા રહેતી હોય તો તેના માટે રોજ રોજ સોડા પીવાનું છોડી ડોક્ટરની સલાહ લેવી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
