વધતી ઉંમર, ખરાબ લાઇફસ્ટાઇલ અને પોષક તત્વોની અછતને કારણે આજકાલ હાડકાં સાથે જોડાયેલી સમસ્યા ખુબ સામાન્ય થઈ ગઈ છે. પરંતુ ખાન-પાનમાં જરૂરી ફેરફાર કરી હાડકાંને મજબૂત બનાવી શકાય છે.
શરીર યોગ્ય રીતે કામ કરી શકે તે માટે પોષણની જરૂર હોય છે. તેમાં સૌથી જરૂરી છે કેલ્શિયમ. કેલ્શિયમની કમીથી ઘણા પ્રકારની સમસ્યાઓ થાય છે, જેમાંથી એક છે હાડકાંનું નબળું પડવું. કેલ્શિયમની કમીથી હાડકાં ઉંમર પહેલા નબળા પડવા લાગે છે. તેવામાં ખાન-પાનમાં કેટલાક જરૂરી ફેરફાર કરી તમે કેલ્શિયમની અછતને પૂરી કરી શકો છો. તેની ઉણપ દૂર કરવા માટે તમે ડાયટમાં ડેરી પ્રોડક્ટસ, લીલા શાકભાજી કે સંપૂર્ણ અનાજ સામેલ કરી શકો છો. આ સિવાય ડ્રાઈ ફ્રૂટ્સને ડાયટમાં સામેલ કરી તમે હાડકાંને મજબૂત બનાવી શકો છો. અહીં તમને કેટલાક એવા ડ્રાઈ ફ્રૂટ્સ વિશે જણાવીશું, જેને તમે ડેલી રૂટીનમાં સામેલ કરી હાડકાંને મજબૂત બનાવી શકો છો. આવો જાણીએ.

1. બદામ
હાડકાં માટે બદામ વરદાન માનવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને વિટામિન-ઈ હોય છે. કેલ્શિયમ જ્યાં હાડકાના ઘનત્વને વધારે છે, તો તેમાં રહેલ મેગ્નીશિયમ શરીરને કેલ્શિયમ શોષવામાં મદદ કરે છે. દરરોજ લવારે પલાળેલી 5-6 બદામ ખાવાથી હાડકાં મજબૂત થાય છે. તેવામાં તેનું સેવન જરૂર કરો.
2. અંજીર
જો તમે હાડકાંને વૃદ્ધાવસ્થા સુધી મજબૂત રાખવા ઈચ્છો છો તો સૂકા અંજીરનું સેવન શરૂ કરો. અંજીરમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. મહત્વનું છે કે અડધા કપ અંજીરમાં એટલું કેલ્શિયમ હોય છે, જેટલું એક કપ દૂધમાં. આ સિવાય અંજીરમાં પોટશિયમ પણ હોય છે, જે શરીરમાંથી કેલ્શિયમના નુકસાનને રોકે છે.
3. કાજુ
કાજુમાં મેગ્નીશિયમ અને કોપર ભરપૂર માત્રામાં હોય છે. મેગ્નીશિયમ હાડકાંના લચીલાપન અને બનાટવને સુધારે છે, જ્યારે કોડર સાંધાને મજબૂતી આપનાર કોલેજનનું નિર્માણ કરે છે. પરંતુ તેનું સેવન સીમિત માત્રામાં કરો.

4. કિશમિશ
કિશમિસમાં બોરોન નામનું મિનરલ હોય છે, જે હાડકાં અને સાંધાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. બોરોન શરીરને કેલ્શિયમ અને વિટામિન-ડીનો મજબૂત રીતે ઉપયોગ કરવામાં મદદ કરે છે.
5. અખરોટ
અખરોટમાં ભરપૂર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ પ્રચુર માત્રામાં હોય છે. તે હાડકાંમાં સોજા ઘટાડે છે અને મજબૂત બનાવે છે. અખરોડ ખાવાથી હાડકાં મજબૂત થાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
