આયુર્વેદ અનુસાર ખાટા ફળને દૂધ સાથે લેવા હાનિકારક છે. વિરુદ્ધ આહારના આ નિયમના કારણે લોકોના મનમાં કેરી અને દૂધને લઈને મુંજવણ હોય છે કે કેરીમાં દૂધ ઉમેરીને પી શકાય કે નહીં ? જો તમને પણ આ પ્રશ્નનો સાચો જવાબ જાણવો છે તો ચાલો તમને આજે જણાવીએ.
ભાગ્યે જ એવું કોઈ હશે જેને કેરી ન ભાવતી હોય. કેરીની સીઝન શરૂ થાય ત્યારથી કેરી માર્કેટમાં મળતી બંધ થાય ત્યાં સુધી લોકો તેનો સ્વાદ માણે છે. કેરી ફળ જ એવું છે જેને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય. જોકે કેરીને લઈને લોકોના મનમાં એક મૂંઝવણ પણ હોય છે. આ મૂંઝવણ છે કે કેરી અને દૂધને એક સાથે લઈ શકાય કે નહીં ? કેરી એવું ફળ છે જેનો સમાવેશ ખાટા ફળ અને મીઠા ફળ બંનેમાં કરવામાં આવે છે જેના કારણે લોકોના મનમાં મૂંઝવણ હોય છે કે તેમાં દૂધ ઉમેરવું કે નહીં. તમારા મનમાં પણ આ મૂંઝવણ હોય તો ચાલો તેનું સમાધાન તમને જણાવીએ.

હેલ્થ એક્સપર્ટ ના જણાવ્યા અનુસાર કેરી સાથે દૂધ લઈ શકાય છે. એટલે કે જો તમે કેરીની સીઝનમાં મેંગો મિલ્ક શેક પીવા માંગો છો તો ચિંતા વિના પી શકો છો. કેરી અને દૂધનું ફૂડ કોમ્બિનેશન હેલ્થ માટે સુરક્ષિત ગણાય છે. ડોક્ટરનું તો એવું પણ કહેવું છે કે દૂધ અને કેરી એક સાથે લેવાથી શરીરને ફાયદા પણ થાય છે. આ ફાયદા નીચે દર્શાવ્યા અનુસાર છે.
મેંગો મિલ્કશેકના ફાયદા
– જો તમે મેંગો મિલ્કશેક બનાવીને પીવો છો તો તેનાથી શરીરને તુરંત એનર્જી મળે છે. મેંગો મિલ્ક પીવાથી આખો દિવસ શરીરમાં એનર્જી જળવાઈ રહે છે
– મેંગો મિલ્ક શેક પીવાથી શરીરને જરૂરી વિટામીન અને મિનરલ્સ મળે છે.
– દૂધ અને કેરી એક સાથે લેવાથી હાડકાને પણ ફાયદો થાય છે અને ઇમ્યુનિટી પણ બુસ્ટ થાય છે.
જોકે આ બધા જ ફાયદા માટે એક વાત ધ્યાનમાં રાખવી કે મેંગો મિલ્ક શેક ખાંડ વિનાનું બનાવવું. એટલા માટે કે કેરીમાં નેચરલ શુગર વધારે પ્રમાણમાં હોય છે. જો તમે મેંગો મિલ્ક શેકમાં વધારે ખાંડ ઉમેરો છો તો તે ડાયાબિટીસમાં પેશન્ટ માટે અને વજન ઓછું કરતા લોકો માટે નુકસાનકારક બની શકે છે.

મેંગો મિલ્ક શેકને આયુર્વેદમાં પણ ફાયદાકારક ગણવામાં આવે છે. આયુર્વેદ અનુસાર એકદમ પાકેલી અને મીઠી કેરી દૂધ સાથે લઈ શકાય છે. જો કેરી ખાટી હોય અથવા તો થોડી કાચી હોય તો પછી તેને દૂધમાં ઉમેરવાનું ટાળવું. કાચી કેરી દૂધમાં ઉમેરવાથી પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે. તેથી મેંગો મિલ્ક બનાવવું હોય તો એકદમ પાકેલી અને મીઠી કેરીનો જ ઉપયોગ કરવો.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
