મુંબઈમાં ખાદ્ય સુરક્ષા વિભાગે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. અન્ન અને ઔષધ પ્રશાસન (એફડીએ) દ્વારા મુલુંડ વિસ્તારમાં આવેલી ગુપ્તા ચણા ભંડાર નામની દુકાનમાં દરોડા પાડી ગંભીર ગંદકી અને નોન- લેબલ ખાદ્યપદાર્થોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
આ કાર્યવાહી બાદ દુકાનદારને વ્યવસાય બંધ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. એફડીએની ટીમે દુકાનની તપાસ દરમિયાન અત્યંત અસ્વચ્છ પરિસ્થિતિઓ જોવા મળી હતી. દુકાનમાં વેચાતા અનેક ખાદ્યપદાર્થો પર ઉત્પાદન તારીખ, સમાપ્તિ તારીખ તેમજ જરૂરી લેબલ લગાવવામાં આવ્યા ન હતા.

આરોગ્ય માટે જોખમરૂપ આવી સ્થિતિ સામે આવતા અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.તપાસ દરમિયાન કુલ 224.5 કિલો જેટલો ખાદ્ય જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 8,390 હોવાનું જણાવાયું છે. જપ્ત કરાયેલા સામાનમાં પાણીપૂરી સુજી, બારીક સેવ, શેવપૂરી સુજી, ચણા, મસાલા સહિતના ખાદ્યપદાર્થોનો સમાવેશ થાય છે. કેટલાક ખાદ્યપદાર્થોના નમૂનાઓ લેબોરેટરી તપાસ માટે પણ મોકલવામાં આવ્યા છે.
એફડીએ અધિકારીઓએ જણાવ્યું હતું કે દુકાનમાં ગંભીર ગંદકી, જીવાતોનું પ્રમાણ અને અસ્વચ્છ રીતે ખાદ્યપદાર્થોનો સંગ્રહ કરવામાં આવતો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
