ઘરના જ ભેદીએ લંકા ઢાહી
મુલુંડ (વે)માં બી.આર. રોડ સ્થિત મોડેલ ટાઉનમાં ક્રિએટીવ સોફ્ટવેર ટેક્નોલોજીસ નામની કંપનીના બે કર્મચારીઓએ કંપનીનો ગુપ્ત ડેટા અને સોફ્ટવેર ચોરી કરીને અન્ય કંપનીને વેચીને કંપની સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ મુલુંડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આરોપીઓનું નામ રોહિત દુબે અને વિક્રમ વિશ્વકર્મા હોવાનું જાણવા મળ્યું છે.
ફરિયાદ મુજબ વાગલે એસ્ટેટમાં રહેતા ઓનર ચંદનકુમાર અને તેમના ભાઈ સુરજ યાદવ સંયુક્તપણે સોફ્ટવેર કંપની ચલાવે છે અને અલગ અલગ જવેલર્સને તેમની જરૂરિયાત મુજબ જ્વેલરી એકાઉન્ટ અને બિલ ઈન્વેન્ટરી માટે વાર્ષિક સબસ્ક્રિપ્શન પર સોફ્ટવેર પૂરું પાડે છે.

ગયા માર્ચમાં પૂણેના એક જ્વેલરે સોફ્ટવેર રિન્યુઅલ માટે સંપર્ક કરતાં તે જ્વેલર તેમના ગ્રાહકોની યાદીમાં નહોતો તેથી કંપનીને શંકા ગઈ અને તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે કંપનીના સોફ્ટવેર મુંબઈની એક અન્ય કંપની મારફત ગ્રાહકો સુધી પહોંચતું હતું જેમાં કંપનીને બંને કર્મચારીઓએ કંપનીનો ગોપનીય ડેટા અને સોફ્ટવેર સંબંધિત માહિતી બહારના વ્યક્તિઓને આપી હોવાનું જાણવા મળતા તેમણે મુલુંડ પોલીસને ફરિયાદ સાથે સંબંધિત સ્ક્રીન શોટ્સ અને અન્ય પુરાવાઓ સોંપીને વિક્રમ અને રોહિત વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગણી કરી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
