દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો મોઢાના કેન્સરનો ભોગ બને છે. તેવામાં આ કેન્સરની સમય રહેતા ઓળખ કરવી જરૂરી છે. અહીં જાણો ડોક્ટર આ કેન્સરને ઓળખવા માટે શું સલાહ આપી રહ્યાં છે.
ઓરલ કેન્સર એટલે કે મોઢાના કેન્સરને ગળાનું કેન્સર કે કેવિટી કેન્સર પણ કહેવાય છે. આ કેન્સરમાં મોઢાની અંદર કે ગળામાં કેન્સરના ટિશૂ ઉદ્ભવવા લાગે છે અને આગળ વધી અન્ય ભાગમાં ફેલાઈ છે. મોટા ભાગના મોઢાના કેન્સર સપાટી, જીભ અને હોંઠ પર ઉદ્ભવવાનું શરૂ થાય છે. આ કેન્સરની સમય રહેતા ઓળખ કરી સારવાર શરૂ કરાવવી જરૂરી છે. આ વિશે જણાવતા ડેન્ટિસ્ટ ડો. રાહુલ ભડાગેએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે અને જણાવ્યું છે કે ઘર પર મોઢાના કેન્સરના લક્ષણની ઓળખ અને તેની તપાસ કઈ રીતે કરી શકાય છે.
મોઢાની અંદર લાલ કે સફેદ ડાઘ જોવા મળી શકે છે. જો આ ડાઘ કે ધબ્બાનો રંગ સફેદથી લઈને કાળો થઈ જાય છે. ડોક્ટરની સલાહ છે કે જો તમારા મોઢામાં આ પ્રકારના ડાઘ કે ધબ્બા જોવા મળે તો તત્કાલ ડોક્ટરને કે જનરલ ફિઝીશિયનને દેખાવો, જેથી તે તપાસ કરી શકે.

જો તમારા મોઢામાં કોઈ ઘાવ છે અને સતત સાત દિવસ સુધી ઠીક ન થાય તો તે કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. જો સાત દિવસ સુધી દવા લગાવ્યા બાદ પણ ઘાવ ઠીક થઈ રહ્યો નથી તો ડોક્ટરનો સંપર્ક કરો.
જે લોકો તમાકુ કે ગુટખાનું સેવન કરે છે કે સિગારેટ પીવે છે, તેમાં કેન્સરની સંભાવના 5 ગણી વધુ રહે છે. મોઢાના જે હિસ્સામાં તમે તમાકુ કે ગુટખા રાખો છો તે જગ્યાને ધ્યાનથી જુઓ, જો આ ચામડી તમને સફેદ જોવા મળી રહી છે અને આ સફેદ પેચને હાથ લગાવવા પર તે સ્મુથ નથી અને તેની ઉપર રિંકલ્સ આવી ગયા છે તો તેને નજરઅંદાજ ન કરો. તમે તમારા શરીરના આ સંકેતને સમજો કે શરીર કંઈક ઈશારો કરી રહ્યું છે.
ડોક્ટરનું કહેવું છે કે બની શકે છે કે આ સફેદ ડાઘ કેન્સરનો પેચ ન હોય ત્યારે પણ ચેકઅપ કરાવવું જરૂરી છે.
મોઢાના કેન્સરમાં ક્યા લક્ષણ જોવા મળે છે
મોઢાનું કેન્સર થવા પર મોઢા કે હોંઠની આસપાસ ચાંદા જોવા મળી શકે છે, જે ઠીક થતા નથી.
દાંત ઢીલા પડવા લાગે છે.
મોઢાની અંદર સફેદ કે લાલ ડાઘ જોવા મળી શકે છે.
મોઢાની અંદર ગાંઠ બનવા લાગે છે.
મોઢામાં દુખાવો રહેવા લાગે છે.
મોઢું ખોલવામાં સમસ્યા આવે છે.
કોઈ વસ્તુ ગળે ઉતારવામાં સમસ્યા આવે છે.
અવાજમાં ફેરફાર થવા લાગે છે.
જીભ અને હોંઠ સુન્ન લાગી શકે છે.

મોઢાના કેન્સરની તપાસ કઈ રીતે થાય છે
મોઢાના કેન્સરની જાણકારી મેળવવા માટે મોઢા અને ગળાની તપાસ કરવામાં આવે છે. તેમાં ટિશ્યુ કે સેલ્સની બાયોપસી કરવામાં આવે છે અને એક્સરે, એમઆરઆઈ, સીટીસ્કેન અને અલ્ટ્રાસાઉન્ડ દ્વારા ઇમજનિંગ થાય છે.
મોઢાના કેન્સરની સારવાર શું છે
ઓરલ કેન્સરમાં મોટા ભાગે સર્જરી કરવામાં આવે છે. સર્જરીમાં પર્સનલાઇઝ્ડ ટ્રીટમેન્ટ થઈ શકે છે, જે કેન્સરનો પ્રકાર અને કેન્સર કેટલું ફેલાયેલું છે તેના પર નિર્ભર કરે છે. સર્જરી બાદ રેડિએશન થેરેપી કે કીમોથેરેપી આપવામાં આવે છે. આ સિવાય ટાર્ગેટેડ ડ્રગ થેરેપી, ફિઝિકલ અને ઓક્યુપેશનલ થેરેરી અને ફોકસ્ડ પેન મેનેજમેન્ટ પર ધ્યાન આપવામાં આવે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
