મુખ્યમંત્રી મારી લાડકી બહેન યોજનાના ભવિષ્ય બાબતે જાતજાતની ચર્ચા ચાલુ છે ત્યારે એ સંદર્ભે નવું અપડેટ પ્રકાશમાં આવ્યું છે. રાજ્ય સરકારે સખતાઈથી કરેલી ચકાસણી ઝુંબેશ પછી આ યોજનાનો લાભ લેતી 80 લાખ લાભાર્થી મહિલાઓને બાકાત કરવામાં આવી છે. વિધાનસભા ચૂંટણી પહેલાં મહાયુતી સરકારે મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપતી આ યોજના અમલમાં મૂકી હતી.
એ સમયે લગભગ રાજ્યની 2.46 કરોડ મહિલાઓ આ યોજનાનો લાભ લેતી હતી. જો કે હવે આ સંખ્યા ઘટીને 1.66 કરોડ થઈ છે. આગામી સમયમાં ઈ-કેવાયસી કરવા મુદતવધારો આપવામાં નહીં આવે તેમ જ નવા લાભાર્થીઓનો આ યોજનામાં સમાવેશ કરવાની કોઈ ઈચ્છા નથી એમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

લોકસભા ચૂંટણીમાં પડેલા ફટકા બાદ મહિલા મતદારોને આકર્ષિત કરવા મહાયુતી સરકારે મુખ્યમંત્રી મારી લાડકી બહેન યોજના અમલમાં મૂકી હતી. જુલાઈ 2024થી આ યોજના શરૂ કરવામાં આવી. એ પછી પાત્ર ન હોય એવી મહિલા લાભાર્થીઓને શોધવા અને દસ્તાવેજોની ચકાસણી કરવા સરકારે ઈ-કેવાયસી ઝુંબેશ અમલમાં મૂકી.
રાજ્ય સરકારે ઈ-કેવાયસી માટે આપેલી મુદત 30 માર્ચના પૂરી થઈ હતી. એ પછી આ મુદત 30 એપ્રિલ સુધી વધારવામાં આવી હતી. આ મુદત હવે પૂરી થઈ ગઈ છે. જે મહિલાઓના નામ લાભાર્થીની યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા તેમણે ફરીથી મુદતવધારો આપવાની માગણી કરી હતી.
પણ અધિકારીઓએ આ માગણી ફગાવી દીધી છે. “ઈ-કેવાયસીની મુદત વધારવાનો કોઈ પ્રસ્તાવ રાજ્ય સરકાર સમક્ષ અત્યારે નથી. લાભાર્થીઓને આ પ્રક્રિયા પૂરી કરવા પૂરતો સમય આપવામાં આવ્યો હતો. તેમ જ અત્યારે નવા લાભાર્થીઓની નોંધણી કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેથી ડેટાબેઝમાં કોઈ ફેરફાર નહીં થાય એમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
