ઉનાળામાં શરીરને અંદરથી ઠંડુ રાખવા માટે તાડગોળા ખાઈ શકો છો. તાડગોળા જેને આઈસ એપલ પણ કહેવામાં આવે છે તેમાં વિટામિન, ફાઈબર અને મિનરલ્સ હોય છે. આ ફળ વિશે આજે તમને એ ટુ ઝેડ જાણકારી આપીએ.
દેશભરમાં ગરમી ધીરે ધીરે વધી રહી છે. સતત વધતા તાપમાનના કારણે લૂ અને તડકાનો પ્રકોપ પણ વધી રહ્યો છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો અલગ અલગ ઉપાયો અપનાવતા હોય છે. ગરમીથી બચવામાં એક ફળ પણ તમને મદદરૂપ થઈ શકે છે. ગરમીની સિઝનમાં આ ફળ મળતું હોય છે. આ ફળ એટલું પાવરફુલ છે કે જો આ ફળ ખાઈ લેશો તો કલાકો સુધી તરસ નહીં લાગે અને શરીર એનર્જેટીક પણ રહેશે. જે પાવરફુલ ફળની વાત અહીં થઈ રહી છે તે છે તાડગોળા. જેને તાડફળી પણ કહેવામાં આવે છે.
તાળના ઝાડનું ફળ ઉનાળાનું ફળ ગણાય છે.. તાડગોળામાં અંદરથી જેલી જેવો ભાગ નીકળે છે. આ ફળમાં પ્રચુર માત્રામાં પાણી હોય છે. સૌથી ખાસ વાત એ છે કે તાળગોળામાં પ્રાકૃતિક કુલીંગ એજન્ટ હોય છે જે શરીરને અંદરથી ઠંડુ રાખવામાં મદદ કરે છે. દક્ષિણ ભારતીય રાજ્યોમાં ઉનાળા દરમિયાન તાડફળી ખૂબ ખવાય છે. આજે તમને તાડફળી વિશે બધું જ જણાવીએ. એટલે કે આ ફળથી થતા ફાયદા આ ફળ કોને નુકસાન કરે? આ ફળ કેવી રીતે ખાવું અને તેમાંથી કેટલા પોષક તત્વ શરીર ?

તાડફળીના પોષક તત્વો
તાડફળીના પોષક તત્વોની વાત કરીએ તો આ ફળના માધ્યમથી શરીરને ફાઇબર, કાર્બોહાઈડ્રેટ, વિટામીન બી, વિટામીન સી, આયરન સહિતના પોષક તત્વો મળે છે. આઈસ એપલની સૌથી સારી વાત એ છે કે તેમાં ફેટ ખૂબ ઓછું હોય છે તેથી આ ફળ એવા લોકો પણ ચિંતા વિના ખાઈ શકે છે જો વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા હોય.
આઈસ એપલ ખાવાના ફાયદા
1. ઉનાળામાં આઈસ એપલ ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેની તાસીર ઠંડી હોય છે. તેથી તેને ખાવાથી શરીરનું તાપમાન કંટ્રોલમાં રહે છે અને લુ લાગવાનું જોખમ ઓછું થઈ જાય છે.
2. ઉનાળામાં આઈસ એપલ ખાવાનો બીજો ફાયદો એ છે કે તેમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે આઈસ એપલ ખાવાથી શરીર લાંબા સમય સુધી હાઈડ્રેટ રહે છે. જે લોકોને ગરમીમાં વધારે પરસેવો થતો હોય તેમને તાડફળી ખાવી જોઈએ.
3. તાડફળીમાં ફાઇબર હોય છે જે પાચન ક્રિયા સુધારવામાં મદદ કરે છે ઉનાળા દરમિયાન જે લોકોને કબજિયાત, પેટ કે છાતીમાં બળતરા જેવી સમસ્યાઓ થતી હોય તેમના માટે તાડફળી ફાયદાકારક છે. તાળફળી નેચરલી બળતરાને શાંત કરે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455