ઘાટકોપર-ઈસ્ટની રાજાવાડી હૉસ્પિટલમાંથી ગઈ કાલે એક નવજાત શિશુ ત્યજાયેલી હાલતમાં મળી આવ્યું હતું. તિલકનગર પોલીસને આ વિશે જાણ કરવામાં આવતાં પોલીસે કેસ નોંધીને બાળકનાં માતા-પિતાની શોધ ચાલુ કરી છે. સાકીનાકામાં રહેતા શ્રીરામ પટેલ તેમના બીમાર કિઝનની ખબર કાઢવા રાજાવાડી હૉસ્પિટલમાં આવ્યા હતા. વૉર્ડ-નંબર ૪૦ના ટૉઇલેટમાંથી તેમને બાળકના રડવાનો અવાજ આવતાં અંદર જઈને તપાસ કરતાં ત્યજી દેવાયેલું નવજાત શિશુ દેખાયું હતું. એથી તેમણે તરત જ હૉસ્પિટલના સ્ટાફને જાણ કરતાં નર્સે આવી શિશુને તાબામાં લઈને તેની કાળજી લીધી હતી. ત્યાર બાદ આ બાબતે તિલકનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. તિલકનગર પોલીસ હવે CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કરીને બાળકનાં માતા-પિતાને શોધવાની કોશિશ કરી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
