સાયનમાં આવેલા પ્રતીક્ષાનગર ડેપોમાં પાર્ક કરેલી બૃહમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની બે કમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG) બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. આ બન્ને બસમાં બે અલગ-અલગ ઘટનામાં આગ લાગી હતી. સદ્દનસીબે બન્ને બસ ખાલી હોવાને કારણે કોઈ મુસાફર કે કર્મચારીને ઈજા થઈ નથી. આ બન્ને CNG બસ માતેશ્વરી અર્બન ટ્રાન્સપોર્ટ નામના પ્રાઇવેટ ઑપરેટર પાસેથી ભાડાપટ્ટે લેવામાં આવી હતી.

રવિવારે મોડી રાત્રે ૧૧.૩૦ વાગ્યે પહેલી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ડેપોના સુરક્ષાગાર્ડે આગ જોઈને ફાયર-એક્ટિંગ્વિશરથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ એટલી ભયાનક હતી કે તે નજીક જઈ શક્યો નહોતો. ફાયર-બ્રિગેડને જાણ કરવામાં આવતાં ૧૨.૩૦ વાગ્યે આ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવાયો હતો.
આ ઘટનાના માંડ એકાદ કલાક પછી રાતે ૧.૨૧ વાગ્યે ડેપોમાં પાર્ક કરેલી બીજી બસમાં પણ આગ લાગી હતી. ફાયર-ફાઈટરોની લગભગ એક કલાકની જહેમત પછી આ બીજી આગ પર કાબૂ મેળવી શકાયો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
