લીવરમાં જ્યારે ઈન્ફેકશન થાય છે ત્યારે તેના લક્ષણો સ્કિન પર પણ દેખાવા લાગે છે. કોઈપણ વ્યક્તિની ચામડી પર આવી સમસ્યા દેખાવા લાગે તો તેણે તુરંત પોતાના લીવરનું ચેકઅપ કરાવવું જોઈએ. લીવર ઈન્ફેકશનમાં ચામડી કેવા લક્ષણો દેખાય જાણી લો.
આપણા શરીર માટે લીવર મહત્વપૂર્ણ અંગ છે. લીવર આપણા શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર કાઢવાનું અને રક્તને સાફ રાખવાનું કામ કરે છે. જો લીવરમાં કોઈ સમસ્યા સર્જાય તો તેની અસર શરીર પર તુરંત દેખાવા લાગે છે.
ચામડી પર દાણા નીકળવા
શરીર પર કોઈપણ કારણ વિના અચાનક જ દાણા નીકળવા લાગે કે એલર્જી થઈ હોય તે રીતે ખંજવાળ આવવા લાગે અથવા ચામડી પર બળતરા થતી હોય તો તે લીવરની સમસ્યાનું લક્ષણ હોઈ શકે છે. આવું ત્યારે થાય છે જ્યારે પિત્ત શરીરમાં જમા થવા લાગે તેના કારણે ચામડીમાં ખંજવાળ આવે છે અને ધીરે ધીરે આ ખંજવાળ આખા શરીરમાં ફેલાય છે.

ચામડીની ઉપર લાલ રંગની નસો દેખાવી
ચામડી પર લાલ કે ભૂરા રંગની નાની નાની નસો દેખાવા લાગે તો તે લીવર ખરાબ થયું હોવાનું લક્ષણ હોઈ શકે છે. કરોળિયાના જાલ જેવી આ નસો ચહેરા પર, ગરદન પર, છાતી પર અને હાથ પર વધારે જોવા મળે છે. જેમાં વચ્ચે એક લાલ ટપકું દેખાય છે અને આજુબાજુ પાતળી નસો ફેલાયેલી હોય છે.
ચામડી પર બ્લુ ડાઘા દેખાવા
ઈજા થયા વિના જો શરીર પર લોહી જામી ગયું હોય તેવા નિશાન બનવા લાગે તો તે પણ લીવરની સમસ્યાના કારણે હોઈ શકે છે. જ્યારે લીવર બરાબર કામ કરતું ન હોય તો શરીરમાં પ્રોટીનની ખામી સર્જાય છે અને આ સ્થિતિમાં શરીરમાં લોહી જામી ગયું હોય તેવા ડાઘા દેખાવા લાગે છે.
ગરદનની સ્કીન કાળી થવી
લીવર સંબંધિત સમસ્યા હોય તો હોર્મોન અસંતુલિત થઈ જાય છે અને તેના કારણે સ્કીન કાળી પણ પડવા લાગે છે. ખાસ કરીને ગરદન, બગલ સહિતના શરીરના અંગો પર ત્વચાનો રંગ કાળો પડવા લાગે તો તે લીવરની ખામીનો સંકેત હોઈ શકે છે.
થેળી લાલ થઈ જવી
લીવરમાં ઇન્ફેક્શન થયું હોય અથવા તો લીવર ડેમેજ થઈ રહ્યું હોય તો હથેળી લાલ દેખાવા લાગે છે. આ સમસ્યાને લીવર પામ કહેવામાં આવે છે. ઘણી વખત વ્યક્તિને હથેળીમાં બળતરા અને ગરમાવવાનો અનુભવ પણ થાય છે.

ત્વચા સુકી થઈ જવી
લીવરમાં ઇન્ફેક્શન થયું હોય કે અન્ય કોઈ સમસ્યા સર્જાઈ હોય તો તેના કારણે ત્વચા પ્રાકૃતિક નમી ગુમાવે છે અને ધીરે ધીરે ત્વચા રુખી બેજાન અને ખરબચડી દેખાવા લાગે છે. જો સમયસર સારવાર શરૂ કરવામાં આવે તો ત્વચા ફાટવા લાગે છે અને તેમાં બળતરા પણ શરૂ થઈ જાય છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
