કારેલાનો સ્વાદ કડવો હોય એટલે ડાયાબિટીસમાં ફાયદો કરે તેવું નથી હોતું. કારેલામાં એવું ખાસ તત્વ હોય છે જે બ્લડ શુગર સ્પાઈક કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો કે મોટાભાગના લોકોને એ પણ ખબર નથી હોતી કે ડાયાબિટીસમાં કેવી રીતે કારેલા ખાવાથી ફાયદો થાય. આજે તમને કારેલા ખાવાની 2 અસરકારક રીતો વિશે જણાવીએ.
ડાયાબિટીસ હોય તે લોકોને કારેલા ખાવાની સલાહ આપવામાં આવે છે. કારેલા એવું શાક છે જે ડાયાબિટીસમાં બ્લડ સુગર સ્પાઇક કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. ડાયાબિટીસને લઈને લોકોના મનમાં માન્યતા હોય છે કે ગળ્યું ખાવાથી બ્લડ શુગર વધે અને કડવું ખાવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે, પરંતુ એવું નથી. કારેલા તેના કડવા સ્વાદના કારણે ડાયાબિટીસમાં ફાયદો કરે તેવું નથી કારેલાની અંદર ખાસ પોષક તત્વો હોય છે જે શરીરમાં જઈને બ્લડ સુગર સ્પાઇક કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

કારેલા ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક ગણાય છે. કારેલામાં લેક્ટીન હોય છે. કારેલા ખાવાથી ડાયાબિટીસમાં બ્લડ સુગર કંટ્રોલમાં રહી શકે છે તે વાત રિસર્ચમાં પણ સાબિત થઈ છે. કારેલા ખાવાથી ફાયદો થાય તે વાત લોકો જાણતા હોય છે પરંતુ એ નથી જાણતા કે ડાયાબિટીસમાં કેવી રીતે કારેલા ખાવાના હોય. ઘણા લોકો કારેલાનું શાક બનાવે છે પરંતુ તેમાં બટેટા, ગોળ કે ખાંડનો ઉપયોગ કરી લેતા હોય છે. આજે તમને કારેલા ખાવાની 2 સૌથી અસરકારક રીતે જણાવીએ. આ રીતે કરેલા ખાવાથી ડાયાબિટીસના પેશન્ટને ફાયદો થઈ શકે છે.
કારેલામાં રહેલા પોષકતત્વો
કારેલા ખાવાની રીત જાણીએ તે પહેલા જાણી લઈએ કારેલામાં એવું શું હોય છે જે બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તો કારેલામાં એવા યૌગિક હોય છે જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કારેલાનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ 18 થી 30 જેટલું હોય છે. લો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ફૂડ હોવાના કારણે કરેલા બ્લડ સુગર સ્પાઇક કંટ્રોલ કરવામાં મદદ કરે છે. કારેલામાં કેલેરી ઓછી હોય છે અને કાર્બોહાઈડ્રેટ પણ ઓછા હોય છે. જેના કારણે આ શાક વજન અને સુગર બંને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. કારેલામાં લેક્ટીન ઉપરાંત પોલીપેપ્ટાઈડ પી અને વાઈસીન સહિતના યોગ્ય હોય છે. જે ડાયાબિટીસમાં ફાયદો કરે છે.
ડાયાબિટીસમાં કારેલા કેવી રીતે ખાવા ?
ડાયાબિટીસના પેશન્ટ નિયમિત કારેલાનું સેવન કરે તો બ્લડ સુગર કંટ્રોલમાં રાખવામાં મદદ મળી શકે છે. કારેલા ખાવાથી જમ્યા પછી જે સુગર સ્પાઇક થાય છે તે નિયંત્રણમાં રહી શકે છે. તેના માટે કારેલાનો ઉપયોગ આ રીતે કરવો જોઈએ.

કારેલાનું જ્યુસ
કારેલાનું જ્યુસ ડાયાબિટીસના પેશન્ટ માટે સૌથી વધારે ફાયદાકારક ગણાય છે. તેના માટે કારેલાની ઉપરની છાલ થોડી કાઢો અને તેના બી પણ કાઢી ટુકડા કરી લો. કારેલાના ટુકડાને બ્લેન્ડરમાં અડધો કપ પાણી સાથે પીસી લો. કારેલાની પેસ્ટને ગરણી વડે ગાળી લો. તૈયાર કરેલા કારેલાના જ્યુસમાંથી 30 ml ફ્રેશ જ્યુસ 1 ગ્લાસ પાણીમાં ઉમેરી પી લેવું. આ જ્યૂસ સવારે ખાલી પેટ પીવું.
કારેલાનો પાવડર
ડાયાબિટીસમાં કારેલા ખાવાની બીજી અસરકારક રીત તેનો પાવડર પણ છે. કારેલાનો પાવડર મધ કે પાણી સાથે લઈ શકાય છે. કારેલાનો પાવડર તમે ઘરે પણ તૈયાર કરી શકો છો અને માર્કેટમાં પણ આવા પાવડર રેડી મળતા હોય છે. કારેલાનો પાવડર લેવાથી પણ બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે.
આ સિવાય કારેલાનું શાક બનાવીને પણ ખાઈ શકાય છે, પરંતુ તેમાં ખાંડ કે ગોળનો ઉપયોગ કરવાનું ટાળવું. કારેલાને લસણ, ડુંગળી, હળદર સાથે સાંતળીને ખાઈ શકાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
