ચોમાસા દરમ્યાન દુર્ઘટનાઓ અને જાનમાલનું નુકસાન અટકાવવા માટે TMC દ્વારા પ્રી-મૉન્સૂન સર્વે હાથ ધરીને ભયજનક ઇમારતોની યાદી જાહેર કરવામાં આવી છે. આ સર્વે અનુસાર થાણેમાં કુલ ૯૩ ઇમારતો જર્જરિત એટલે કે C-1 કેટેગરીમાં હોવાનું સામે આવ્યું છે. TMC પ્રશાસને ત્વરિત પગલાં લેતાં આ ૯૩ ઈમારતોમાંથી ૫૧ ઈમારતોને સંપૂર્ણપણે ખાલી કરાવી દીધી છે, જ્યારે અન્ય બે ઇમારતો પર ડિમોલિશનની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી છે. TMCના બિલ્ડિંગ વિભાગે બાકી રહેલા રહેવાસીઓને તાકીદે વૈકલ્પિક વ્યવસ્થા કરવાના આદેશ આપ્યા છે.
TMCના સત્તાવાર અહેવાલ મુજબ અત્યાર સુધીમાં બાવન ઇમારતો ખાલી કરાવવામાં સફળતા મળી હોવા છતાં હજી ૪૨ ઇમારતો એવી છે જ્યાં લોકો રહે છે. આ ઇમારતોમાં હાલમાં અનેક પરિવારો જીવના જોખમે રહે છે. TMCના બિલ્ડિંગ વિભાગ દ્વારા આ પરિવારોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા માટે સતત સમજાવવામાં આવી રહ્યા છે અને એને કારણે હવે ત્યાં રહેવાસીઓની સંખ્યામાં ધીમે-ધીમે ઘટાડો થઈ રહ્યો છે.

TMCનું કહેવું છે કે C-1 કૅટેગરીની ઇમારતો રહેવા માટે તદ્દન અયોગ્ય હોય છે અને એને તાત્કાલિક તોડી પાડવી અનિવાર્ય છે. જોકે આ વર્ષની યાદીમાં એક રાહતજનક પાસું એ જોવા મળ્યું છે કે ભૂતકાળની સરખામણીએ આ વખતે માત્ર સામાન્ય કે નાનાં-મોટાં રિપેરિંગ માગી લે એવી ઈમારતોની સંખ્યામાં વધારો થયો છે. એટલે કે યોગ્ય સમયે સમારકામ કરવામાં આવે તો ઘણી ઈમારતોને ભવિષ્યમાં મોટી દુર્ઘટનાથી બચાવી શકાશે. હાલના તબક્કે તો TMC કોઈ પ્રકારનું જોખમ લેવા માગતું નથી અને જર્જરિત ઇમારતોને વહેલી તકે સંપૂર્ણપણે ખાલી કરાવીને જાનહાનિ ઝીરો રાખવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
