મુલુંડની ૪૦ વર્ષની મહિલાને ડોમ્બીવલીનો રહેવાસી મોરેએ મ્હાડામાં ફ્લેટ અપાવવાની લાલચ આપીને રૂા. ૧૩ લાખ ખંખેરી લીધા હતા. સિંગલ મધર મહિલાએ મ્હાડા સ્કીમમાં ફ્લેટ મેળવવા માટે આ રકમ ચૂકવી હતી. તપાસ કરતાં માલુમ પડયું કે મોરેએ ફેક એલોટમેન્ટ લેટર આપતાં મહિલાને વિશ્વાસ બેઠો હતો.
લાંબા સમય છતાં પણ ફ્લેટ ન મળતાં પોતાના પૈસા મહિલાએ મોરે પાસે પાછા માંગતા મોરે અદ્રશ્ય થઈ ગયો હતો. ત્યારબાદ મહિલાએ પોલીસમાં એફઆઈઆર નોંધાવી હતી. તપાસ કરતાં માલુમ પડ્યું કે મોરેએ આ રીતે અનેક લોકો સાથે ચિટીંગ કરી છે. અત્યાર સુધીમાં ચાર મહિલાઓ સહિત કુલ ૧૦ ફરિયાદ નોંધાઈ છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
