કાંજુર ડમ્પિંગ ગ્રાઉન્ડના કારણે પરિસરમાં નિર્માણ થતી દુર્ગંધ દૂર કરવા મહાપાલિકા વિક્રોલી કન્નમવાર નગરના 500 મીટર પરિસરમાં બફર ઝોન નિર્માણ કરીને ઉપલબ્ધ થનારી એક લાખ સ્કવેર મીટર જગ્યામાં દુર્ગંધ ઓછી કરતા, વિશિષ્ટ વૃક્ષોનું વાવેતર કરશે.
12 થી 18 મીટર ઉંચા, 8 થી 10 મીટર ઉંચા અને 10 હજાર રોપા એમ કુલ 15 હજાર વૃક્ષોનું વાવેતર 5 જૂનના પર્યાવરણ દિવસથી કરવામાં આવશે. મુંબઈમાં દરરોજ 7 હજાર મેટ્રીક ટન કચરો ભેગો થાય છે.
ભેગા થતાં કચરા પર પ્રક્રિયા કરીને કાંજુર ડમ્પિંગ ગ્રાઉન્ડ પર નાશ કરવામાં આવે છે. જો કે મુંબઈમાં ભેગો થતો કચરો કાંજુર ડમ્પિંગ ગ્રાઉન્ડ પર આવે એ પછી એનું વર્ગીકરણ કરવામાં આવે છે. એમાં માંસાહારી, રસોડાના ખાદ્યપદાર્થો વધારે હોવાથી કન્નમવાર નગર પરિસરમાં રાતના સમયે મોટા પ્રમાણમાં દુર્ગધ ફેલાય છે.

એના પર ઉપાયયોજના કરવામાં આવે એવી સૂચના મુખ્ય સચિવ, અર્બન ડેવલપમેંટ અને મહાપાલિકા કમિશનરની સમિતીએ કરી છે. એ અનુસાર કેટલીક બાબતોની અમલબજાવણી થાય એ માટે મુંબઈ મહાપાલિકા કમિશનર અશ્વિની ભીડેએ નિરીક્ષણ કર્યું હતું. એ સમયે ઘનકચરા વ્યવસ્થાપન વિભાગના ઉપાયુક્ત કિરણ દિઘાવકર, ઉપાયુક્ત પ્રશાંત ગાયકવાડ ઉપસ્થિત હતા.
કાંજુર ડમ્પિંગ ગ્રાઉન્ડ પર રાતના 12 થી સવારના 6 વાગ્યા સુધી મોટા પ્રમાણમાં દુર્ગંધ ફેલાય છે. એ સમયે દુર્ગંધ ફેલાય તો નાગરિકો ફરિયાદ કરી શકે એ માટે કાંજુર ડમ્પિંગ ગ્રાઉન્ડ પર કન્ટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
