ઉનાળામાં રોજ એક ટમેટું કાચું ખાવાથી શરીરને 4 જોરદાર ફાયદા થાય છે. આજે તમને ટમેટું ખાવાના આ ફાયદા વિશે જણાવીએ.
તમે એ વાત તો સાંભળી હશે કે રોજ એક સફરજન ખાઈએ તો ડોક્ટર પાસે ન જવું પડે. પરંતુ માત્ર સફરજન જ નહીં જો તમે રોજ એક ટમેટું પણ ખાઈ લો છો તો તેનાથી પણ આવા જ ફાયદા થઈ શકે છે. જો તમે આ અંગે ન જાણતા હોય તો ચાલો તમને જણાવીએ કે રોજ એક ટમેટું ખાવાથી શરીરને કેટલા ફાયદા થાય છે.. આ ફાયદા વિશે જાણીને તમે પણ આજથી રોજ એક ટમેટું ખાવાની શરૂઆત કરી દેશો.
ટમેટાના પોષક તત્વો
ટમેટામાં લાયકોપીન, બીટા કેરોટીન, વિટામિન ઈ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. ટમેટામાં પોટેશિયમ, ફ્લેવેનોઈડ અને ફોલેટ પણ હોય છે. જ્યારે તમે ભોજનની સાથે રોજ એક ટમેટું ખાવાનું શરૂ કરો છો તો તેનાથી શરીરના અલગ અલગ અંગોને ફાયદો થવાની શરૂઆત થાય છે. આ ફાયદા કયા છે ચાલો જાણીએ.

લીવરને થશે ફાયદો
રોજ એક ટમેટું ખાવાથી લીવરને ફાયદો થાય છે. ટમેટામાં રહેલું લાયકોપીને લીવરને હેલ્ધી રાખવાની સાથે કેન્સરનું જોખમ પણ ઘટાડે છે. ટમેટું લીવરને ડીટોક્ષ કરવામાં પણ મદદ કરે છે.
વજન ઘટાડશે
રોજ એક ટમેટું ખાવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. ટમેટામાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. ટમેટાનો સમાવેશ ડાયટમાં કરવાથી શરીરને જરૂરી ફાઇબર મળે છે જેના કારણે પેટ સાફ રહે છે.. વજન ઘટાડવા માટે ડાયટમાં સલાડ તરીકે ટમેટાનો ઉપયોગ કરવો.
આંખને કરશે ફાયદો
રોજ એક ટમેટું ખાવાથી શરીરને જરૂરી વિટામીન સી મળે છે. વિટામીન સી આંખ માટે પણ જરૂરી અને ફાયદાકારક છે. ટમેટું ખાવાથી આંખની બીમારીઓથી બચાવ થાય છે. ટમેટામાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ આંખના સેલ્સને સ્વસ્થ રાખે છે અને આંખની રોશની વધારવામાં મદદ કરે છે.

સ્કિન અને વાળ દેખાશે સુંદર
ટમેટામાં રહેલું લાયકોપીન અને વિટામીન સી સ્કિનને યુવી કિરણોથી બચાવવામાં મદદ કરશે. ટમેટું ખાવાથી સ્કિન ક્લીન રહે છે અને કરચલીઓ પણ ઓછી થાય છે. ટમેટામાં રહેલા ફ્લેવેનોઇડ વાળના મૂળને મજબૂત બનાવે છે જેના કારણે વાળ ઓછા ખરે છે અને વાળની ચમક વધે છે
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
