ઉનાળામાં ખજૂર ખાવાનું બંધ કરી દેવાને બદલે ખજૂર ખાવાની રીત બદલવી જોઈએ. જો તમને ખબર નથી કે ઉનાળામાં ખજૂર કઈ રીતે ખાવાનો હોય તો ચાલો તમને જણાવીએ.
ખજૂરની તાસીર ગરમ હોય છે તેથી મોટાભાગના લોકો ઉનાળો શરુ થાય એટલે ખજૂર ખાવાનું બંધ કરી દેતા હોય છે. પરંતુ ઉનાળામાં પણ ખજૂર ખાઈ શકાય છે. તેના માટે ખજૂર ખાવાની રીત બદલવાની હોય છે જેથી ખજૂર ગરમ ન પડે. ખજૂર ગરમ ન પડે અને શરીરને ફાયદા કરે તેવી રીત વિશે આજે તમને જણાવીએ. આ રીત ફોલો કરીને તમે રોજ ખજૂર ખાઈ શકો છો. આ રીતે ખાશો તો ઉનાળામાં પણ ખજૂર તમને હેલ્થ બેનિફિટનો અનુભવ થશે. તો ચાલો જાણીએ ઉનાળામાં ખજૂર કેવી રીતે ખાવો અને કેટલી માત્રામાં ખાવો જોઈએ.
ઉનાળામાં રોજ કેટલો ખજૂર ખાવો ?
ગરમીની ઋતુ દરમિયાન ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું પડે છે. ઉનાળામાં ખજૂરથી થતા ફાયદા મેળવવા હોય તો મર્યાદિત માત્રામાં ખજૂરનું સેવન કરી શકાય છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર રોજ બે થી ત્રણ ખજૂર ખાવાથી ફાયદો થઈ શકે છે. ગરમીના દિવસોમાં વધારે માત્રામાં ખજૂર ખાવાનું ટાળવું જોઈએ.

ઉનાળામાં કેવી રીતે ખજૂર ખાવો ?
જેમ અગાઉ જણાવ્યું તેમ ખજૂરની તાસીર ગરમ હોય છે તેથી લોકો તેને ખાવાનું ટાળતા હોય છે પરંતુ ઉનાળામાં પણ ખજૂર ખાઈ શકાય છે તેના માટે ખજૂરના દૂધમાં પલાળીને ઉપયોગમાં લેવો. દૂધમાં ખજૂર પલાળવાથી દૂધમાં મીઠાશ પણ આવી જશે અને શરીરને ખજૂર ખાવાના ફાયદા પણ મળશે. ઉનાળામાં ખજૂર ખાવા માટે રોજ રાત્રે એક વાટકી દૂધમાં બે ખજૂર પલાળી દેવા. બીજા દિવસે દૂધ અને ખજૂરને મિક્સરમાં બરાબર પીસી અને ખજૂર વાળુ દૂધ પી લેવું.
ખજૂર વાળુ દૂધ પીવાના ફાયદા
ખજૂર અને દૂધ સૌથી બેસ્ટ કોમ્બિનેશન ગણાય છે. દૂધમાં ખજૂર ઉમેરવાથી દૂધમાં નેચરલ મીઠાશ આવી જાય છે જેથી તેમાં ખાંડ ઉમેરવી પડતી નથી. ખજૂર વાળું દૂધ પીવાથી શરીરને નીચે દર્શાવ્યા અનુસારના ફાયદા થાય છે.
1. ખજૂર વાળુ દૂધ પીવાથી હાડકા મજબૂત થાય છે.
2. શરીરમાં લોહીની ઉણપ હોય તો રોજ એક ગ્લાસ ખજૂરનું દૂધ પીવું જોઈએ તેનાથી લોહીની ઉણપ દૂર થાય છે.
3. જો તમને ઊંઘની સમસ્યા હોય તો પણ ખજૂરનું દૂધ પી શકો છો. ઊંઘની સમસ્યા માટે પણ દૂધ અને ખજૂરનું કોમ્બિનેશન ફાયદાકારક છે.
4. ખજૂરવાળું દૂધ પીવાથી શરીરને એનર્જી મળે છે અને થાક-નબળાઈ દૂર થાય છે.

5. ખજૂર વાળુ દૂધ પીવાથી ગટ હેલ્થને પણ ફાયદો થશે.
6. જે લોકોને કબજિયાત રહેતી હોય તેઓ પણ ખજૂરવાળું દૂધ પી શકે છે ખજૂર વાળુ દૂધ પીવાથી પાચન સંબંધિત સમસ્યાઓમાં રાહત થઈ શકે છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455

v