તમે ઘણીવાર જોયું હશે કે જ્યારે કોઈને ઈજા થાય છે ત્યારે ડૉક્ટર સૌથી પહેલા દર્દીની આંખમાં લાઈટથી કંઈક તપાસે છે. જો તમને લાગે છે કે ડૉક્ટર ફક્ત આંખોની તપાસ કરે છે તો એ સાચું નથી. હકીકતમાં ડૉક્ટર આ રીતે દર્દીના દિમાગની સ્થિતિ જાણે છે.
હોસ્પિટલમાં જ્યારે કોઈના માથા પર ઈજા થાય છે અથવા અકસ્માત થાય છે, ત્યારે ડૉક્ટર સૌથી પહેલા શું કરે છે? તેઓ દર્દીની આંખમાં ટોર્ચની લાઈટ મારે છે. ઘણા લોકો વિચારતા હોય છે કે ડૉક્ટર ફક્ત દર્દીની આંખો તપાસ કરે છે, પણ હકીકતમાં તેઓ સીધી મગજની સ્થિતિ ચેક કરે છે.
આ ટેસ્ટ કેમ કરવામાં આવે છે?

આ ટેસ્ટને Pupillary Light Reflex Test કહેવામાં આવે છે. ડૉક્ટર ટોર્ચની લાઈટ સીધી આંખની કીકી (pupil) પર ફેંકે છે અને જુએ છે કે કીકી કેટલી ઝડપથી સંકોચાય છે. આથી ડૉક્ટરને મગજ પર થયેલી ઈજાની સ્થિતિ જાણી શકે છે. ખરેખર આંખની કીકીનું કદ અને લાઈટ પર તેની પ્રતિક્રિયા brainstem (દિમાગનો નીચલો ભાગ) દ્વારા નિયંત્રિત થાય છે. જો માથાની ઈજાથી દિમાગ પર દબાણ આવે, લોહીનો ગાંઠ બને કે સોજો આવે તો brainstem અસરગ્રસ્ત થાય છે. એથી કીકીના સંકોચન પર અસર પડે છે અને એથી ડૉક્ટર જાણી શકે છે કે દિમાગમાં ક્યાંય બ્લીડિંગ તો નથી થયું ને.
- સામાન્ય પ્રતિક્રિયા: બંને કીકીઓ ઝડપથી સંકોચાય છે → દિમાગ સારી સ્થિતિમાં છે.
- અસામાન્ય પ્રતિક્રિયા: એક પુતળી મોટી અને સ્થિર → એ બાજુના દિમાગ પર દબાણ (herniation નો ખતરો).
- બંને કીકીઓ મોટી અને લાઈટ પર કોઈ પ્રતિક્રિયા નથી → ગંભીર brainstem damage.
- આ ટેસ્ટ ફક્ત 10 સેકન્ડમાં થઈ જાય છે અને ડૉક્ટરને તરત ખબર પડી જાય છે કે દર્દીને CT સ્કેન, ન્યુરોસર્જન કે ICUની જરૂર છે કે નહીં.
શા માટે આટલું મહત્વપૂર્ણ છે?
માથાની ઈજામાં સમય ખૂબ જ કિંમતી હોય છે. જો brainstem અસરગ્રસ્ત થાય તો દરેક મિનિટ મહત્વની હોય છે. Pupillary light reflex સૌથી ઝડપી neurological indicator છે. ડૉક્ટર નીચેની બાબતો પણ જુએ છે:
- કીકીઓનું કદ (size)
- બંને કીકીઓ સમાન છે કે નહીં (symmetry)
- લાઈટ પર પ્રતિક્રિયાની ઝડપ (speed

આ રીતે, ટોર્ચથી આંખ તપાસવી માત્ર આંખ માટે નહીં, પણ દિમાગની તાત્કાલિક સ્થિતિ જાણવા માટે સૌથી મહત્વપૂર્ણ પગલું છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
