ઉનાળામાં બપોરે જમ્યા પછી પેટમાં બળતરા, પેટ ભારે થવા જેવી સમસ્યા થતી હોય તો ચાલો તમને એવા શાક વિશે જણાવીએ જેને ખાધા પછી આવું નહીં થાય. કારણ કે આ શાકની પ્રકૃતિ ઠંડી હોય છે અને ઉનાળામાં તેને ખાવાથી પેટની ગરમી વધતી નથી શાંત થાય છે.
ધીરે ધીરે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ઉનાળાનો સમય એવો હોય છે જ્યારે ગૃહિણીઓને રસોઈ નું સૌથી મોટું ટેન્શન હોય છે. ગરમીના કારણે ઘણી વખત જમવાની ઈચ્છા પણ થતી નથી. આવા સમયે રસોઈમાં શું બનાવવું અને શું ન બનાવવું તે મોટો પ્રશ્ન હોય છે. ગરમીના દિવસોમાં અમુક શાક ખાધા પછી પેટમાં બળતરા, પેટ ભારે થઈ જવું જેવી તકલીફો થતી હોય છે. તેથી ઉનાળામાં એવા શાકભાજીનો ઉપયોગ કરવો જરૂરી થઈ જાય છે જે પેટને ઠંડક કરે અને શરીરને હાઇડ્રેટ પણ રાખે.
તો ચાલો આજે તમને એવા શાકભાજી વિશે જણાવીએ જે ઉનાળા માટે એકદમ બેસ્ટ છે. આ શાકભાજીની તાસીર ઠંડી હોય છે. ઉનાળામાં બપોરના સમયે જમવામાં આ શાકનો ઉપયોગ કરી શકાય છે. આ શાક એવા છે જેમાં ફાઇબર સહિતના પોષક તત્વો હોય છે અને આ શાક શરીરને હાઇડ્રેટ અને ઠંડું રાખવામાં પણ મદદ કરે છે.
ઉનાળામાં પેટને ઠંડક કરતા શા

ભીંડા
આયુર્વેદ અનુસાર ભીંડાની તાસીર ઠંડી હોય છે. એટલે ઉનાળામાં ભીંડા ખાઈ શકાય છે. ભીંડાનું શાક પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે. ભીંડા ફાઇબર, ફોલેટથી ભરપૂર હોય છે. ભીંડા ખાવાથી ઉનાળામાં પેટ સંબંધિત સમસ્યાઓ થવાનું જોખમ ઓછું થાય છે.
ગુવાર
ગુવારનું શાક પણ મોટાભાગના લોકો ખાવાનું ટાળે છે પરંતુ ઉનાળામાં ગુવાર શરીરને નેચરલી ઠંડુ રાખવામાં મદદ કરે છે. ગુવારનું શાક ખાવાથી પાચન સુધરે છે. ઉનાળામાં ગુવારનું શાક ખાવાથી પેટ ભારે નથી લાગતું અને પેટ ઠંડું રહે છે.
દુધી
ઉનાળામાં ખાવા માટે દૂધી પણ બેસ્ટ છે. દુધી પાણીથી ભરપૂર શાક હોય છે. દૂધી પચવામાં હળવી હોય છે અને તે પેટને ઠંડક પણ કરે છે. દુધી લીવર હેલ્થ માટે પણ સૌથી સારું શાક છે. ઉનાળામાં દુધીનો ઉપયોગ સૂપ તરીકે, જ્યુસ તરીકે કે પછી શાક તરીકે પણ કરી શકાય છે.
ટીંડોળા
ટીંડોળા પણ ઠંડી તાસીરનું શાક છે. ઉનાળામાં ટીંડોડાનું શાક ખાવાથી એનર્જી લેવલ જળવાઈ રહે છે અને તેનું પાચન પણ સરળતાથી થઈ જાય છે. ટીંડોળા ખાવાથી પેટને ઠંડક પણ મળે છે.

તુરિયા
તુરિયાનું શાક જોઈને લોકો મોઢું બગાડતા હોય છે પરંતુ ઉનાળા માટે તુરીયાનું શાક સૌથી બેસ્ટ હોય છે. ખૂબ જ ઝડપથી બની જતું આ શાક શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. તુરીયા નું શાક પચવામાં હળવું હોય છે જેને ખાધા પછી એસિડિટી, બ્લોટીંગ જેવી તકલીફો થતી નથી. તુરીયા એવું શાક છે જે શરીરમાંથી ટોક્સિન બહાર કાઢવામાં પણ મદદ કરે છે અને પાચન સુધારે છે.
સફેદ કોળું
સફેદ કોળું જેને પેઠા પણ કહેવાય છે તેનો ઉપયોગ પણ ઉનાળામાં કરી શકો છો. વર્ષોથી પારંપરિક ભારતીય વાનગીઓમાં પેઠાનો ઉપયોગ કરવામાં આવે છે. સફેદ કોળું ઝડપથી બની જતું શાક છે તેનાથી ગટ હેલ્થ પણ સારી રહે છે અને બોડી હિટ પણ રીડયુઝ થાય છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
