ધાધર ત્વચાની ગંભીર સમસ્યા છે. ધાધર એવો રોગ છે જે વારંવાર થઈ શકે છે. તેથી ધાધરથી કાયમી મુક્તિ મેળવવા માટે તમે દેશી ઈલાજ અપનાવી શકો છો.
ત્વચાના અલગ અલગ રોગમાંથી એક ધાધર પણ છે. ધાધર એકવાર થાય તો વારંવાર થવાની શક્યતા હોય છે. ધાધર શરીરમાં એક જગ્યાએ થાય તો ત્યાંથી ફેલાઈ પણ શકે છે. ધાધર થવાનું મુખ્ય કારણ ફંગસ હોય છે. જો કે સ્કિન પર થયેલી દરેક સમસ્યા ધાધર જ હોય તેવું નથી. તો પછી કેવી રીતે જાણવું કે સ્કિન પર ધાધર નીકળી છે કે નહીં. અને ધાધર નીકળી છે તો તેનો ઈલાજ કેવી રીતે કરવો ?
ધાધર એવી સમસ્યા છે જેનો ઈલાજ બરાબર રીતે ન કરવામાં આવે તો તે શરીરમાં ફેલાવા લાગે છે. ધાધર એક પ્રકારનું ફંગલ ઈંફેકશન હોય છે. ધાધરને રિંગવર્મ પણ કહેવામાં આવે છે. ધાધરના લક્ષણોની વાત કરીએ તો તેમાં સ્કિન પર ગોળ આકારનું લાલ નિશાન બને છે. ઘણીવાર નાના નાના નિશાન દેખાય છે તો ઘણી જગ્યાએ મોટું નિશાન થાય છે. આ ગોળ નિશાનની કિનારી ફુલેલી દેખાય છે અને અંદરની સ્કિન ફાટી ગઈ હોય તેવી લાગે છે. ધાધર થઈ હોય ત્યાં ખંજવાળ આવે છે અને બળતરા પણ થાય છે. સામાન્ય રીતે ધાધર ગરદન પર, સાથળ પર, અંડરઆર્મ્સમાં વધારે થાય છે.

ધાધર થવાના કારણો
આયુર્વેદ અનુસાર જ્યારે શરીરમાં પિત્ત દોષના કારણે થાય છે. આ સિવાય શરીરમાં સફાઈનો અભાવ, વધારે પ્રમાણમાં પરસેવો પણ ધાધરનું કારણ બને છે. ધાધર ચેપના કારણે પણ થઈ શકે છે. ધાધર થઈ હોય તે વ્યક્તિને અડવાથી કે તેણે ઉપયોગ કરેલી વસ્તુઓ ઉપયોગમાં લેવાથી ધાધર થઈ શકે છે.
ધાધર મટાડવાનો દેશી ઈલાજ
1. ધાધર મટાડવા માટે સૌથી પહેલા સફાઈનું ખાસ ધ્યાન રાખો. સ્કિનને સાફ કરો અને સ્કિન કોરી રહે તે વાતનું ધ્યાન રાખો. ભેજ અને પરસેવાના કારણે ધાધરની સ્થિતિ વકરી શકે છે.
2. ધાધર માથામાં થઈ હોય કે ગરદન પર થઈ હોય તો તેના માટે બેસ્ટ છે નાળિયેર તેલ. નાળિયેર તેલ લગાડવાથી ધાધર મટી શકે છે. સપ્તાહમાં 2 થી 3 વખત નાળિયેર તેલ લગાડો.
3. હળદર ત્વચા રોગમાં રામબાણ છે. હળદરમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. ધાધર મટાડવા માટે હળદરની પેસ્ટ બનાવી પ્રભાવિત જગ્યા પર લગાડો. આ સાથે જ રોજ હળદરવાળું દૂધ કે પાણી પીવો.
4. આર્ગન ઓઈલમાં એન્ટી ફંગલ ગુણ હોય છે. ધાધરથી પ્રભાવિત જગ્યા પર આર્ગન ઓઈલ લગાડી શકાય છે. દિવસમાં 2 થી 3 વખત આ તેલ લગાડવું. તેનાથી ત્વચાનું સંક્રમણ ફેલાતું અટકી શકે છે.

5. મુલેઠી પાવડરનો ઉપયોગ પણ ધાધર માટે કરી શકાય છે. તેના માટે મુલેઠી પાવડરમાં પાણી ઉમેરી ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી પાવડરની ઘટ્ટ પેસ્ટ બની જાય. પેસ્ટ બની જાય પછી તેને ઠંડી થવા દો અને ધાધર પર લગાડી 10 મિનિટ રાખો.
6. ધાધર માટે લીમડાનું તેલ પણ યુઝ કરી શકાય છે. લીમડાના તેલમાં હળદર મિક્સ કરી પ્રભાવિત જગ્યા પર લગાડો. આ પેસ્ટથી બળતરા, ખંજવાળથી રાહત મલે છે. લીમડાનું તેલ સુરક્ષિત અને અસરદાર ઘરેલુ ઉપાય છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
