એમએમઆરડીએ- મેટ્રો ઓથોરિટી દ્વારા વર્ષ 2022માં મેટ્રોનું કામ પૂર્ણ થયા બાદ દહિસર- પૂર્વમાં આનંદ નગર ખાતે છત્રપતિ શિવાજી મહારાજ ફલાયઓવર બ્રિજના કોર્નર પરની આવિષ્કાર બિલ્ડિંગ પાસેના પુલના ઢળાણ તરફ સિમેન્ટ કોંક્રીટના બનેલા રસ્તા પર પડેલા ખાડાઓ ડામર- ખડી નાખીને કામચલાઉ રીતે રિપેર કરાયા હતા.
જોકે છેલ્લાં ત્રણ વર્ષમાં ચોમાસા દરમિયાન રસ્તાની સપાટીની હાલત ખાડાયુક્ત રહેતી હોવાથી વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.દર વર્ષે મહાપાલિકાને આ રસ્તાના રિપેરકામની ફરિયાદ કર્યા પછી અધિકારીઓ કામચલાઉ ડામરીકરણ કરતા રહ્યા, પરંતુ વારંવાર ઉપરાછાપરી ડામર- કાંકરી નાખવાને લીધે રસ્તાની સપાટીની ઊંચાઈ વધવાથી રસ્તો અસમતલ બન્યો છે જેને લીધે પુલના આ અસમતલ રસ્તાના ખાડામાંથી રાતદિવસ પસાર થતાં ભારે વાહનોના અવાજથી સ્થાનિકો હેરાન થઈ ગયા છે.

નિરંતર થતા અવાજને કારણે આ વિસ્તારમાં રહેતા બીમાર, વૃદ્ધ નાગરિકો, નાના બાળકો અને વહેલી સવારે કામ પર જતા લોકોને પૂરતી ઊંઘ મળતી નથી. સિમેંટ કોંક્રીટના રસ્તા પર સિમેંટના કામની જ જરૂર હોવા છતાં અહીં બિનજરૂરી ડામર- કાંકરી કેમ નાખવામાં આવે છે?મહાપાલિકાના તજજ્ઞ અનુભવી ઈજનેર આ કામ માટે ઉચિત નિર્ણય કેમ નથી લઈ રહ્યા? સ્થાનિક સામાજિક કાર્યકર રાજેશ પંડ્યાએ પ્રશ્ન ઉપસ્થિત કરતાં વિભાગીય ઓફિસર પાસે રસ્તાને તાત્કાલિક રિપેર કરવાની માગણી કરી છે. આ રસ્તાની સપાટી પર નાખેલા ડામર કાંકરી દૂર કરીને તે સિમેન્ટ કોંક્રીટથી સમતલ બનાવવામાં આવે તો લોકોની સમસ્યાને કાયમી ઉકેલી શકાય.
હાલમાં મહાપાલિકા દ્વારા આ પુલની બંને બાજુના રસ્તાઓને સિમેન્ટ કોંક્રીટના બનાવવાનું કામ ચાલી રહ્યું હોવાથી આ પુલના રસ્તાનુ રિપેરકામ ચોમાસા પહેલાં કરવામાં આવે. અધિકારીનું ધ્યાન કેન્દ્રિત કરાયા પછી પણ કામ પ્રત્યે દુર્લક્ષ છે. હવે કામ ચાલુ નહીં કરાય તો સ્થાનિક રહેવાસીઓ આંદોલન કરવાની તૈયારીમાં છે, એમ આનંદનગર ઉત્સવ સમિતિના કર્ણા અમિને રહેવાસીઓ વતી ચેતવણી આપી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
