રસોડાના 3 મસાલા એવા છે સાથે મળી જાય તો શરીર માટે ઔષધી બની જાય છે અને સ્લો મેટાબોલિઝમ, વધારે વજન સહિતની 4 સમસ્યાને દુર કરી શકે છે. આ 3 મસાલા કયા છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો ચાલો જાણીએ.
દરેક ઘરના રસોડામાં અલગ અલગ પ્રકારના મસાલા હોય છે. આયુર્વેદ અનુસાર આ મસાલામાંથી કેટલાક મસાલા એવા છે જેમાં ઔષધીય ગુણ હોય છે. જે રીતે રોગની દવા અલગ અલગ કોમ્બિનેશનથી બનેલી હોય છે તે પ્રમાણે જ મસાલાના પણ અલગ અલગ કોમ્બિનેશન શરીર માટે ઔષધીનું કામ કરે છે. રસોડામાં રહેલા 3 મસાલા પણ કંઈક આવું જ કામ કરે છે.. જો આ 3 મસાલા ને યોગ્ય માત્રામાં લઈ અને ઉપયોગ કરવામાં આવે તો તે શરીરની 4 બીમારીઓને ખતમ કરી શકે. આ મસાલા કયા છે અને ચાર બીમારીઓ કઈ છે ચાલો જાણીએ વિગતવાર.
જીરું, વરિયાળી અને અજમા
દરેક ઘરના રસોડામાં જીરું, વરિયાળી અને અજમો હોય જ છે. આમ તો આ ત્રણ વસ્તુઓ પણ શરીર માટે ફાયદાકારક છે પરંતુ જ્યારે ત્રણેય વસ્તુ સાથે મળી જાય છે તો ચમત્કારી ઔષધી બની જાય છે. આ ત્રણ વસ્તુઓમાં એવા ગુણ હોય છે જે શરીરની સમસ્યાઓ દૂર કરવામાં અસરકારક છે.

જીરું, અજમો અને વરિયાળીનો પાવડર
જીરું, વરિયાળી અને અજમાનું મેજિકલ કોમ્બિનેશન તૈયાર કરવા માટે સમાન માત્રામાં જીરું વરિયાળી અને અજમ લો. આ ત્રણેય વસ્તુને ધીમા તાપે શેકી લો અને ઠંડા કરો. ઠંડુ થઈ જાય પછી તેનો બારીક પાવડર તૈયાર કરી લો. આ પાવડરમાં સંચળ મિક્સ કરો અને તેને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી લો. શરીરના અનેક રોગને દૂર કરે તેવી ઘરેલુ ઔષધી તૈયાર થઈ જશે. આ પાવડર લેવાથી સૌથી વધુ ફાયદો કઈ સમસ્યામાં થાય છે તે પણ જાણો.
મેટાબોલિઝમ બુસ્ટ થશે
જીરું, વરિયાળી અને અજમાનું આ મિશ્રણ મેટાબોલિઝમ માટે બેસ્ટ ગણાય છે. મેટાબોલિઝમ સ્લો હોય તો વજન વધવાથી લઈને અલગ અલગ સમસ્યા શરીરમાં ઉત્પન્ન થાય છે. એટલા માટે જ આજકાલ હેલ્થ એક્સપર્ટ પણ મેટાબોલિઝમ પર કામ કરવાનું જણાવે છે. અને મેટાબોલિઝમ બુસ્ટ થાય તે માટે આ પાવડર ઉપયોગી છે. રોજ રાત્રે 1 ગ્લાસ હુંફાળા પાણી સાથે એક ચમચી આ પાઉડર પી લેવો.
સ્કીન ક્લીયર થશે
જીરું, વરિયાળી અને અજમાનો આ પાવડર લેવાથી સ્કીનને પણ ફાયદો થશે.. રોજ રાત્રે હુંફાળા પાણી સાથે એક ચમચી આ પાઉડર લઈ લેશો તો બોડી નેચરલી ડિટોક્સ થવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. જ્યારે આપણા શરીરમાંથી ઈમ્પ્યોરીટીસ નીકળી જાય છે તો તેની અસર ત્વચા પર પણ દેખાય છે. શરીરમાંથી ઝેરી પદાર્થો નીકળી જાય એટલે ત્વચા સંબંધિત સમસ્યાથી છુટકારો મળવા લાગે અને સ્કીન પર નેચરલ ગ્લો દેખાય.

ગેસ અને કબજિયાત મટશે
પેટ ખરાબ હોય એટલે શરીર રોગનું ઘર બની જાય. પેટની સમસ્યાઓમાં કબજિયાત અને ગેસ સૌથી વધુ જોવા મળતી સમસ્યા છે. પાચનની ખરાબી ના કારણે આ સમસ્યા થતી હોય છે. તેને ઠીક કરવા માટે રોજ રાત્રે હૂંફાળા પાણીમાં જીરું, વરિયાળી અને અજમાનો પાવડર ઉમેરી પી લો. તેનાથી ગેસ, કબજિયાત, અપચો જેવી તકલીફો થવાનું બંધ થઈ જશે.
વજન ઓછું થશે
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો આ પાવડર લેવાનું આજથી જ શરૂ કરી દો.. જમ્યાની અડધી કલાક પછી હુંફાળા પાણીમાં એક ચમચી આ પાઉડર ઉમેરીને પી જાવ. તેનાથી બેલી ફેટ ઓછું કરવામાં મદદ મળે છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
