દહીં અને શેકેલું જીરું ઉનાળામાં થતી 5 સમસ્યાનો ઈલાજ છે. દહીંમાં શેકેલું જીરું ઉમેરીને ખાવાથી તે વધારે સ્વાદિષ્ટ લાગે છે અને તેના ગુણ તેમજ શરીરને થતા લાભ પણ વધી જાય છે. આ લાભ કયા છે ચાલો જાણીએ.
આપણા ઘરમાં અલગ અલગ પ્રકારની એવી વસ્તુઓ હોય છે જેનું કોમ્બિનેશન શરીર માટે ઔષધી સમાન સાબિત થાય. આયુર્વેદમાં દહીં અને શેકેલા જીરાને પણ શરીર માટે ઔષધી ગણાવવામાં આવે છે. ઉનાળામાં ગરમીના કારણે પાચન સંબંધિત સમસ્યાઓ વધી જતી હોય છે. ગરમીના કારણે ભૂખ ન લાગવી, ખાધા પછી અપચો થવો, પેટ ફૂલી જવું, પાચનની નબળાઈ જેવી તકલીફો ઘણા લોકોને રહેતી હોય છે. પાચન સંબંધિત આવી સમસ્યામાં દહીં અને શેકેલું જીરું ખાવું ફાયદાકારક રહે છે. આયુર્વેદ અનુસાર જીરું અને દહીંનું મિશ્રણ પાચન માટે રામબાણ ઔષધી છે. ઉનાળામાં આહારમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ અને તેમાં પણ શેકેલું જીરું ઉમેરવું જોઈએ.
ભોજન સાથે દહીં અને શેકેલું જીરું ખાવાથી શરીરને થતા 5 ફાયદા વિશે ચાલો તમને પણ જણાવીએ. આ ફાયદા વિશે જાણ્યા પછી તમે પણ રોજ દહીં અને જીરું ખાવાની શરૂઆત કરી દેશો કારણ કે આ કોમ્બિનેશન ગરમી માટે સુપર ફુડ છે.
ઉનાળામાં દહીમાં જીરું ઉમેરીને ખાવાના ફાયદા

પાચન સુધરશે
અગાઉ જણાવ્યું તેમ ગરમીના કારણે પાચન સંબંધિત વિકારો વધી જતા હોય છે. પાચનની તકલીફોથી રાહત મેળવવા માટે જમવાની સાથે એક વાટકી દહીંમાં શેકેલું જીરું અને સંચળ ઉમેરીને ખાવું જોઈએ. બપોરના સમયે જીરું અને સંચળ વાળું દહીં ખાવાથી અપચો, ગેસ, બ્લોટીંગ જેવી સમસ્યાથી રાહત મળી શકે છે. કારણ કે દહીં અને શેકેલું જીરું પાચનતંત્રની નબળાઈ દૂર કરી ભોજનને સરળતાથી પચાવવામાં મદદ કરે છે.
પેટને ઠંડક આપશે
ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડી વસ્તુ ખાવા કે પીવાનો આગ્રહ રાખતા હોય છે. જો તમે શરીરને અંદરથી ઠંડક આપવા માટે પ્રોબાયોટિકથી ભરપૂર દહીં ખાવું જોઈએ. ઘરના દહીંમાં શેકેલા જીરુંનો પાવડર ઉમેરીને ખાવાથી શરીરને અંદરથી ઠંડક મળે છે.
મેટબોલિઝમ બુસ્ટ થશે
દહીં પ્રોબાયોટિક્સથી ભરપૂર હોય છે. બપોરના ભોજનની સાથે દહીં અને તેમાં શેકેલું જીરું ઉમેરીને ખાવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. દહીં અને શેકેલું જીરું ખાવાથી શરીરની કેલેરી ઝડપથી બાળવામાં મદદ મળે છે. જે લોકો વજન ઓછું કરવાના પ્રયત્નો કરી રહ્યા હોય તેમણે ડાયટમાં દહીં સામેલ કરવું જોઈએ.

ડિહાઇડ્રેશનથી બચાવશે
ઉનાળામાં સૌથી મોટું રિસ્ક હોય છે ડિહાઇડ્રેશનનું. જો તમે ભોજનની સાથે દહીંમાં જીરું અથવા તો છાશમાં જીરું ઉમેરીને લેશો તો ડિહાઇડ્રેશનથી બચી શકશો. દહીં અને જીરું શરીરના જરૂરી ખનીજ પૂરા પાડે છે જેના કારણે ડિહાઇડ્રેશનનું જોખમ ઓછું થઈ જાય છે.
ભૂખ વધારે છે
ઉનાળાના સમયમાં ભૂખ ઓછી લાગે છે. ગરમીના કારણે કંઈ પણ ખાવાની ઈચ્છા થતી નથી. ભુખનો અનુભવ ઓછો થાય કે ન થાય તેનો અર્થ એવો નથી કે શરીરને આહારની જરૂર ન હોય. આવા સમયે ભૂખ વધારવા માટે દહીં અને જીરું ઉપયોગી સાબિત થશે. દહીં અને જીરું લેવાથી ભૂખ વધે છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
