બિનહરીફ ચૂંટાયેલા આગેવાન વેપારીઓમાં રમણિકલાલ છેડા, કીર્તિ રાણા, અમૃતલાલ સાવલા, અમરશી કારલા, જયેશ શેઠ, અનિલ દામાણી, વિનેશ શાહ, તેજસ પારેખ, કાંતિલાલ જે. શાહ, યોગેશ ત્રિવેદી, વિશાલ શાહ, ભાવેશ શેઠિયા, ગોપાલ આહુજા, આલોક શિંગલા, મુકેશ શાહ, દિવ્યેશ શાહ, મહેશ ખીમજી ભાનુશાલી, ઉદય ડી શાહનો સમાવેશ થાય છે.
નવી મુંબઈ મર્ચંટ્સ ચેંબર સંલગ્ન 17 સંસ્થાની એપેક્સ બોડીના 2026-30ના ચૂંટણી કાર્યક્રમને અનુસરી 21 ફોર્મ નોમિનેશન ભરાયાં હતાં. ત્રણ વેપારી સભ્ય દ્વારા ફોર્મ પાછા ખેંચી લેવાતાં મસાલા માર્કેટની પ્રતિષ્ઠિત કંપનીઓના માલિકો અને ભાગીદાર એવા 18 વેપારી સભ્યો આ ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
આશરે 1300 સભ્યનું આ ચેંબર વૈશ્વિક વેપારના સંપર્કમાં છે તેમ જ વૈશ્વિક નામાંકિત કંપનીઓ દેશવિદેશના વાણિજ્ય વિભાગો- રાજદૂતોના સંપર્કમાં છે. વાણિજ્ય મંત્રી, ભારત સરકાર, રાજ્ય સરકારના સાથસહકારથી હાઈજીનિક વૈશ્વિક બજારો તેમ જ બહુહેતુક કેન્દ્રના વિશાળ પ્રોજેક્ટોમાં ભારત અને વિદેશનાં કોર્પોરેટ ગૃહોના સહયોગ સહકારથી જનહિતમાં યોગ્ય નવી દિશા તેમ જ વડા પ્રધાન નરેંદ્ર મોદીની ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ સૂત્રને સાકાર કરવા તેમ જ રાષ્ટ્રીય સંગઠનો અને મહારાષ્ટ્રની અગ્રણી સંસ્થાઓ- ચેંબરો, ફેડરેશનોના સેતુરૂપી વેપારી એકતાને પ્રોત્સાહન આપવા સમગ્ર ટીમ કામ કરવા માટે કટિબદ્ધ છે.

મસાલા માર્કેટના તમામ પરિવારોને ન્યાયહક અપાવવા માટે કેન્દ્રમાં મોદી અને રાજ્યમાં મુખ્ય મંત્રી દેવેંદ્ર ફડણવીસના સાથસહકારથી ચૂંટાયેલા વેપારીઓ કામ કરવા માટે કટિબદ્ધ હોવાનું જણાવાયું છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ૨૦૨૬ /૨૦૨૯ સહભાગીઓ સાથે મળીને સમગ્ર ટીમ સાથે સહુ મેમ્બરોને સાથે રાખી સહકાર સહયોગ સાથ આપી વ્યાપાર વિકાસને પ્રોત્સાહન આપવા માટે માર્ગદર્શન આપી સહુના હકો મેળવીને રક્ષણની જવાબદારી નીતિપૂર્વક નિભાવી ફરજ બજાવી સંસ્થાનું ગૌરવ વધારવા માટે સતત કાર્યરત પ્રયત્નશીલ રહે તેવી શુભેચ્છા સાથે સહુનો આભાર વ્યક્ત કરીએ છીએ, એમ નવી મુંબઈ મર્ચંટ્સ ચેંબરના ચેરમેન કીર્તિભાઈ રાણાએ જણાવ્યું હતું.
બિનહરીફ ચૂંટાયેલા આગેવાન વેપારીઓમાં રમણિકલાલ છેડા, કીર્તિ રાણા, અમૃતલાલ સાવલા, અમરશી કારલા, જયેશ શેઠ, અનિલ દામાણી, વિનેશ શાહ, તેજસ પારેખ, કાંતિલાલ જે. શાહ, યોગેશ ત્રિવેદી, વિશાલ શાહ, ભાવેશ શેઠિયા, ગોપાલ આહુજા, આલોક શિંગલા, મુકેશ શાહ, દિવ્યેશ શાહ, મહેશ ખીમજી ભાનુશાલી, ઉદય ડી શાહનો સમાવેશ થાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
