મુલુંડ-ગોરેગાવ લિન્ક રોડ પ્રકલ્પની ડેડલાઈન તાજેતરમાં વધારવામાં આવી. એનું કારણ એટલે વર્સોવા-ભાઈંદર કોસ્ટલ રોડ સાથે જોડાણ કરવા મંજૂરી આપવામાં આવી છે. એના માટે ગોરેગાવથી માગાઠાણે દરમિયાન 5.5 કિલોમીટર લાંબો હાઈસ્પીડ કોરિડોર બાંધવાનો પ્રસ્તાવ મહાપાલિકાએ રજૂ કર્યો છે. આ કોરિડોરના લીધે આ બંને પ્રકલ્પ દરમિયાન કનેક્ટિવિટી નિર્માણ થશે.
ગોરેગાવની ફિલ્મસિટીથી બોરીવલી નજીકના માગાઠાણે સુધી આ પ્રકલ્પ ઊભો કરવામાં આવશે. આ રોડ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને સમાંતર હશે. એના લીધે મુંબઈને પૂર્વ અને પશ્ચિમ ઉપનગરો સાથે સહેલાઈથી જોડવામાં આવશે. સંપૂર્ણપણે નવા બાંધેલા આ પ્રકલ્પના લીધે કોસ્ટલ રોડથી લિન્ક રોડ જોડાણ મળશે. એના લીધે ગોરેગાવથી માગાઠાણે દરમિયાનનું અંતર 10 મિનિટ થઈ જશે. આ રોડ કોસ્ટલ રોડ અને લિન્ક રોડ વચ્ચે એક કડી બનશે.

વર્સોવા-ભાઈંદર કોસ્ટલ રોડનો એક ભાગ પૂર્વ દિશામાંથી વિસ્તરણ કરીને એ માગાઠાણે ખાતેના રોડને જોડવામાં આવશે. એના લીધે રોડ પર સીધા પ્રવેશ મેળવવો શક્ય થશે. ત્યાંથી વાહનચાલક સીધા આગળ લિન્ક રોડ પર પ્રવાસ કરીને મુલુંડ સુધી પહોંચી શકે છે.
તેમ જ નવા તૈયાર થનારા ફ્લાયઓવરના લીધે સીધા નવી મુંબઈના ઐરોલી સુધી પહોંચવું શક્ય થશે. આ રોડ બાંધવાનો હેતુ મુંબઈના તમામ એલિવેટેડ રોડ અને હાઈસ્પીડ કોરિડોરને જોડવાનો છે. તેમ જ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર થતા ટ્રાફિકજામ પર આ એક મહત્વનો ઉપાય સાબિત થશે.
અત્યારે પ્રવાસમાં હાઈવે અને નાના રોડ પર પ્રવાસ કરતા ટ્રાફિકજામના સમયમાં 60 મિનિટ સમય લાગે છે. આ પ્રવાસનો સમય હવે ફક્ત 10 મિનિટ થઈ જશે. અત્યારે આ પ્રસ્તાવિત રોડ કેટલાક અતિક્રમણ અને અડચણો હટાવવા પડશે. એ પછી અંદાજિત ખર્ચ, પ્રકલ્પ અહેવાલ રજૂ કરીને ટેંડર કાઢવામાં આવશે. એ પછી બાંધકામની શરૂઆત કરીને 2029 સુધી આ સંપૂર્ણ રોડ શરૂ કરવાનો મહાપાલિકાનો ઉદ્દેશ છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
