ઉનાળામાં તબિયત ઝડપથી ત્યારે બગડે છે જ્યારે ખાવાપીવામાં બેદરકારી કરવામાં આવે. એક તરફ ગરમી વધી રહી હોય અને બીજી તરફ તમે શરીરને ડિહાઈડ્રેટ કરે તેવી વસ્તુઓ વધારે પ્રમાણમાં ખાવ તો તબિયત ખરાબ થઈ શકે છે.
સતત વધતાં તાપમાનમાં એવી વસ્તુઓ ખાવી જોઈએ જે શરીરને ઠંડક આપે અને ડિહાઈડ્રેટ ન કરે. ઉનાળામાં સ્વાસ્થ્ય સમસ્યા અને ડિહાઈડ્રેશન વધી જવાનું એક કારણ એ પણ હોય છે કે આપણે અજાણતાં એવી વસ્તુઓ રોજ ખાતા હોય છે જે શરીર માટે ઉનાળામાં યોગ્ય નથી. આજે તમને 5 એવા કોમન ફુડ વિશે જણાવીએ જેને ઉનાળામાં ખાવાનું ટાળવું જોઈએ. આ વસ્તુઓ શરીરને ઝડપથી ડિહાઈડ્રેટ કરી શકે છે.
ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે તેઓ દિવસ દરમિયાન પુરતા પ્રમાણમાં પાણી પીતા હોય છે છતાં પણ ડિહાઈડ્રેટેડ ફીલ થાય છે. આવું થવાનું કારણ ખોરાક પણ હોય શકે છે. દિવસ દરમિયાન જો તમે આ 5 પ્રકારની વસ્તુઓ વધારે લેતા હશો તો શરીરમાં પાણીની ઊણપ સર્જાવાની શક્યતા વધી જાય છે.

ચા-કોફી
ચા અને કોફીથી જ દિવસની શરુઆત થતી હોય છે. પણ આ બંને વસ્તુ ડિહાઈડ્રેશનનું કારણ બની શકે છે. ગરમીમાં આ પીણા પીવાથી વારંવાર યુરિન જવાની ઈચ્છા થાય છે. જેના કારણે શરીરમાં પાણી નીકળી જાય છે અને બોડી ડિહાઈડ્રેટ થઈ શકે છે. ચા અને કોફીના કારણે શરીરનું તાપમાન પણ વધી શકે છે.
મસાલેદાર ભોજન
ઉનાળામાં જમવા સાથે મસાલેદાર શાક, કે તીખી ચટણીઓ વધારે ખાવાથી પણ તકલીફ થઈ શકે છે. ગરમીમાં મસાલેદાર ભોજન કરવાથી કે તીખી વસ્તુઓ વધારે ખાવાથી છાતીમાં બળતરાની સાથે શરીરમાં પાણીની ઊણપ પણ સર્જાઈ શકે છે. વધારે પડતું મસાલેદાર ભોજન કરવાથી પાચનની સમસ્યા પણ થઈ શકે છે.
તળેલી વસ્તુઓ
ઉનાળામાં તળેલો ખોરાક લેવો પણ ડિહાઈડ્રેશનનું કારણ બની શકે છે. તળેલા ખોરાકમાં સોલ્ટ અને ઓઈલ બંને વધારે હોય છે. આ વસ્તુઓ શરીરને ડિહાઈડ્રેટ કરી શકે છે. તળતી વખતે વસ્તુઓમાં જે નેચરલ વોટર હોય તે પણ બળી જાય છે. ઉનાળામાં વધારે તળેલી વસ્તુઓ ખાવાને બદલે એવી વસ્તુઓ ખાવી જે શરીરને હાઈડ્રેટ રાખે.

ડ્રાયફ્રુટ્સ
જાણીને નવાઈ લાગશે પણ શરીર માટે લાભકારી ડ્રાયફ્રુટ ડિહાઈડ્રેશનનું કારણ બની શકે છે. ડ્રાયફ્રુટ્સમાં ફ્રેશ ફ્રુટની સરખામણીએ ઓછું પાણી હોય છે. આ વસ્તુઓ શરીરને હાઈડ્રેશન પુરું પાડતી નથી. તેથી ઉનાળામાં ડ્રાયફ્રુટ્સ વધારે ખાવાને બદલે ફ્રેશ વોટરી ફ્રુટ વધારે ખાવા.
અથાણાં
ઉનાળો અથાણાં બનાવવાની સીઝન છે પણ આ ઋતુમાં વધારે અથાણા ખાવા હાનિકારક છે. અથાણા શરીરને ડિહાઈડ્રેટ કરી શકે છે. અથાણાંમાં સોડિયમ વધારે હોય છે. જે ડિહાઈડ્રેશનનું કારણ બની શકે છે. જો તમને જમવા સાથે અથાણું ખાવાની આદત હોય તો જમ્યા પછી પુરતા પ્રમાણમાં પાણી પીવાય એ વાતની પણ તકેદારી રાખવી.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
