ગૅસની અછતને પહોંચી વળવા માટે મહારાષ્ટ્ર સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. જ્યાં સુધી બિલ્ડિંગ પાઇપ્ડ નૅચરલ ગૅસ (PNG) ક્નેક્શનથી સજ્જ ન હોય ત્યાં સુધી બિલ્ડરોને ઑક્યુપેશન સર્ટિફિકેટ (OC) નહીં મળે.PNG-કનેક્શનને હવે પાણી અને વીજળીની જેમ આવશ્યક માળખાગત સુવિધા તરીકે ગણવામાં આવશે.
રાજ્યના ફૂડ ઍન્ડ સિવિલ સપ્લાઈઝ મિનિસ્ટર છગન ભુજબળે જણાવ્યું હતું કે PNG કનેક્શનને હવે પાણી અને વીજળીની જેમ આવશ્યક માળખાગત સુવિધા તરીકે ગણવામાં આવશે. છગન ભુજબળે લોકોને પણ PNG પર શિફ્ટ થવાની વિનંતી કરી છે અને સાથે ચેતવણી આપી છે કે જે લોકો PNGનો વિકલ્પ પસંદ કરતા નથી તેમને માટે ત્રણ મહિનાની અંદર LPG સિલિન્ડર સપ્લાય બંધ થવાની શક્યતા છે.

ગૅસપુરવઠાની પરિસ્થિતિ પર દિલ્હીમાં કેન્દ્રીય પ્રધાનો સાથે ચર્ચા કર્યા પછી છગન ભુજબળે કડક વલણ અપનાવ્યું હતું. છગન ભુજબળના મતે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષે ગૅસની અછત વધુ વણસી છે અને આગામી ત્રણ મહિનામાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) સપ્લાય પર ગંભીર અસર થવાની ધારણા છે. તેમણે કહ્યું કે PNG કવરેજનો વિસ્તાર વધારવો એ સૌથી વ્યવહારુ લાંબા ગાળાનો ઉકેલ છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
