દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રકલ્પનું કામ ઝડપથી ચાલુ છે. આ રૂટ પરની લાઈનનું બાંધકામ મોટા ભાગના ઠેકાણે પૂરું થયું છે અથવા ઝડપથી ચાલી રહ્યું છે.બુલેટ ટ્રેન માટે સ્ટેશન બાંધવાનું કામ બાકી છે. આ સંપૂર્ણ રૂટ પર કુલ 25 નદીઓ પર પુલ બાંધવામાં આવી રહ્યા છે. એમાંથી 17 પુલના કામ પૂરા થયા છે એવી માહિતી રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં એક સવાલવા જવાબમાં આપી હતી. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનો રૂટ 508 કિલોમીટર લાંબો છે. એમાં ગુજરાતમાં મોટા ભાગના પુલનું બાંધકામ પૂરું થયું છે.
મેશવા નદી પર 120 મીટર લાંબો પુલ, વતરાક નદી પર 280 મીટર, મોહર નદી પર 160 મીટર, કાવેરી પર 120 મીટર અને દમણગંગા નદી પર સૌથી લાંબો 360 મીટરના પુલ સહિત કુલ 17 પુલનું બાંધકામ પૂરું થયું છે. રાજ્યની મુખ્ય નદીઓ ઓળંગીને આ બુલેટ ટ્રેનનો માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં સાબરમતી નદી પર 480 મીટર લાંબો પુલ બાંધવાનું કામ ચાલુ છે. દરમિયાન માહી નદી પર 720 મીટર લાંબો પુલ તૈયાર કરવામાં આવશે. 12માંથી 11 કૂવાઓનું કામ પૂરું થયું છે. તેમ જ નર્મદા નદી પર 1366 મીટર લાંબો પુલ બાંધવામાં આવશે. એમાં 25માંથી 21 કૂવાનું કામ પૂરું થયું છે. વૈતરણા નદી પર સૌથી લાંબો 2 કિલોમીટરનો પુલ તૈયાર કરવામાં આવશે.
દરમિયાન મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનના ચાર રેલવે સ્ટેશન હશે. એમાંથી મુંબઈમાં બાન્દરા-કુર્લા કોમ્પ્લેક્સમાં સ્ટેશનનું કામ ચાલુ છે. ત્યાં અંડરગ્રાઉન્ડ રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવશે અને સ્ટેશનનો પાયો નાખવામાં આવ્યો છે.
ગુજરાતમાં સાબરમતી રેલવે સ્ટેશન પર છત બાંધવાનું કામ ચાલુ છે. અમદાવાદ સ્ટેશનનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. આ 508 કિલોમીટરના રૂટ પર સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલિમોરા, વાપી, બોઈસર, વિરાર, થાણે અને બીકેસી સ્ટેશનના કામ અત્યારે ચાલી રહ્યા છે. બાન્દરાથી શિલફાટા અંડરગ્રાઉન્ડ માર્ગ પર બુલેટ ટ્રેન દોડશે. એમાં ઘનસોલીથી શિલફાટા માર્ગ પર નદી નીચેથી બોગદું જશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
