વરિયાળી અને સાકરનું કોમ્બીનેશ હેલ્થ માટે બેસ્ટ ઔષધી છે. ઔષધી શબ્દ એટલા માટે કે વરિયાળી અને સાકર મિક્સ કરીને ખાવામાં આવે તો શરીરની 5 સમસ્યાનો ઈલાજ દવા વિના થઈ જાય છે. આ 5 સમસ્યા કઈ છે અને વરિયાળી અને સાકર કેવી રીતે ખાવાના હોય જાણી લો.
અલગ અલગ પ્રકારના મુખવાસમાં વરિયાળી અને સાકરનો પણ સમાવેશ થાય છે. જો કે ફેન્સી મુખવાસના કારણે વરિયાળી અને સાકરનો ઉપયોગ ઘટી રહ્યો છે. લોકો વરિયાળી અને સાકરને સામાન્ય મુખવાસ ગણે છે પણ આ કોમ્બીનેશન શરીર માટે ઔષધી સાબિત થઈ શકે છે. વરિયાળી અને સાકર સસ્તી અને સામાન્ય વસ્તુ છે પણ આ બંને વસ્તુનું મિશ્રણ શરીરની 5 બીમારીમાં દવાથી કમ નથી.

જો તમારા ઘરમાં વરિયાળી અને સાકર નથી તો આજે જ લઈ આવો અને બંનેને મિક્સ કરી ડબ્બીમાં ભરી રાખો. કારણ કે આજે જે ફાયદા વિશે તમને જાણવા મળશે તેના વિશે જાણીને તમે વરિયાળી-સાકર રોજ ખાવાનું શરુ કરી દેશો. તો ચાલો જાણીએ વરિયાળી અને સાકર ખાવાથી કઈ બીમારીથી છુટકારો મળે છે.
એસિડીટી
એસિડિટી પાચન સંબંધિત સમસ્યા છે. પાચનની તકલીફોમાં એસિડિટી સૌથી વધુ થતી તકલીફ છે. તીખું, તળેલું કે મસાલેદાર ભોજન કર્યા પછી ઘણીવાર એસિડિટી થઈ જાય છે. એસિડિટીમાં છાતી અને પેટમાં બળતરા, તીખા કે ખાટા ઓડકાર આવવા, ઉલટી થવી જેવા લક્ષણો જોવા મળે છે. એસિડિટી થઈ હોય તો વરિયાળી અને સાકર ખાઈ લેવાથી રાહત મળી શકે છે. જમ્યા પછી વરિયાળી અને સાકર ખાઈ લેવાથી એસિડિટી થવાનું જોખમ ઓછું થઈ જાય છે. વરિયાળી અને સાકરની તાસીર ઠંડી હોય છે તેથી તે પેટના એસિડને શાંત કરે છે.
સુસ્તી અને થાક દુર કરશે
ગરમીના કારણે થાક લાગે કે સુસ્તી રહેતી હોય તો વરિયાળી અને સાકર ખાઈ શકો છો. સાકર અને વરિયાળી ઈંસ્ટંટ એનર્જી આપે છે. તેનાથી થાક અને સુસ્તી દુર થઈ જાય છે. ઘણા લોકોને ઉનાળામાં ગરમીના કારણે શુગર ઘટી જતું હોય, ચક્કર આવતા હોય તો પણ વરિયાળી અને સાકર ખાઈ શકાય છે. તેનાથી તુરંત સ્થિતિ સ્ટેબલ થઈ જાય છે.

આંખને ઠંડક મળશે
વરિયાળી અને સાકરનું મિશ્રણ આંખ માટે પણ બેસ્ટ છે. વરિયાળી અને સાકરની તાસીર ઠંડી હોય છે. આ ઠંડક આંખને પણ ફાયદો કરે છે. વરિયાળી અને સાકર ખાવાથી આંખની રોશની સુધરે છે. વરિયાળી અને સાકરનો પાવડર કરી રોજ દૂધ સાથે લેવાથી આંખ સંબંધિત સમસ્યામાં રાહત મળી શકે છે.
લોહીની ઊણપ
જે લોકોને આયરનની ખામી હોય એટલે કે શરીરમાં લોહીની ઊણપ હોય તેમણે વરિયાળી અને સાકર ખાવા જોઈએ. વરિયાળી અને સાકરનું મિશ્રણ લોહી વધારવામાં મદદ કરે છે. આ બંને વસ્તુ નિયમિત લેવાથી હીમોગ્લોબીન વધે છે.
મોંઢાની દુર્ગંધ દુર થશે
મોં માંથી આવતી દુર્ગંધ ઘણા લોકો માટે મોટી સમસ્યા હોય છે. આ તકલીફને દુર કરવામાં સાકર અને વરિયાળી મદદ કરી શકે છે. સાકર અને વરિયાળી ખાવાથી મોઢાની અને શ્વાસની દુર્ગંધથી રાહત મળી શકે છે.
સાકર અને વરિયાળીની માત્રા
સાકર અને વરિયાળીથી થતા આ લાભ મેળવવા માટે સાકર અને વરિયાળીને સમાન માત્રામાં લઈ એર ટાઈટ કેન્ટેનરમાં સ્ટોર કરી લો. આ મિશ્રણને જમ્યા પછી રોજ ખાવું. વરિયાળી અને સાકરનું પાણી પણ પી શકાય છે અને દૂધ સાથે પણ વરિયાળી અને સાકર લઈ શકો છો. દિવસમાં કોઈપણ સમયે આ વસ્તુ ખાઈ શકો છો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
