ફણગાવેલા કઠોળ પ્રોટીન, ફાઈબર અને એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર હોય છે. અંકુરિત કઠોળ તમને હેલ્ધી રહેવામાં મદદ કરે છે. પરંતુ જો તમે ખોટી રીતે ફણગાવેલા કઠોળ કે અનાજ ખાવ છો તો બીમાર પણ પડી શકો છો.
જો તમારે હેલ્ધી, ફીટ અને સ્લીમ રહેવું હોય તો ફણગાવેલા અનાજ કે કઠોળને ડાયટમાં સામેલ કરો. હેલ્થ એક્સપર્ટ પણ ફણગાવેલા અનાજ કે કઠોળને ડાયટમાં એડ કરવાની સલાહ આપતા હોય છે. કઠોળને ફણગાવવાની પ્રક્રિયા દરમિયાન તેમાં પ્રોટીન સહિતના પોષક તત્વનું પ્રમાણ વધે છે જેને ખાવાથી શરીરના ફાયદા થાય છે.
વધારે વજન, ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ કોઈપણ સમસ્યા હોય તેમાં ફણગાવેલા અનાજ ખાઈ શકાય છે પરંતુ તેને ખાવાની સાચી રીત ખબર હોવી જોઈએ. સામાન્ય રીતે લોકો મગ, મેથી, ચણા, મઠ જેવા કઠોળને ફણગાવીને ઉપયોગમાં લેતા હોય છે. ફણગાવેલા કઠોળ માંથી અલગ અલગ વાનગી પણ બની શકે છે. આજે અહીં તમને જણાવીએ ફણગાવેલા કઠોળને ડાયટમાં કેવી રીતે સામેલ કરો તો તેનાથી શરીરને નુકસાન ન થાય અને ફાયદા વધારે થાય.

ફણગાવેલા કઠોળ સવારે નાસ્તામાં ખાવાથી સૌથી વધુ ફાયદો થાય છે કારણ કે કઠોળ ખાવાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે શરીરને એનર્જી મળે છે. જેના કારણે ઓવર ઈટિંગથી બચી જવાય છે અને શરીરને જરૂરી પોષક તત્વો પણ મળી રહે છે. તો ચાલો તમને પણ જણાવીએ કે સવારે કઠોળને ડાયટમાં કેવી રીતે સામેલ કરવા જોઈએ.
ફણગાવેલા કઠોળ કાચા ન ખાવા
ફણગાવેલા કઠોળ શરીરને પોષક તત્વ આપે છે કઠોળ ખાવાથી શરીરને ફાયદો પણ થાય છે પરંતુ ફણગાવેલા કઠોળ કાચા ખાવા નહીં. ફણગાવેલા કાચા કઠોળમાં ઇ કોલી સહિતના બેક્ટેરિયા હોય છે. કઠોળને ફણગાવીને કાચા ખાવામાં આવે તો તેનાથી પાચન સંબંધિત સમસ્યા કે ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે. તેથી ફણગાવેલા કઠોળને કાચા ખાવાનું ટાળવું જોઈએ.
વરાળમાં બાફો
આયુર્વેદ અનુસાર કઠોળને ફણગાવીને તેને ખાતા પહેલા સ્ટીમ કરવા જોઈએ. જે રીતે આપણે ઢોકળા સ્ટીમ કરીએ છીએ તે રીતે જ કઠોળને પણ થોડી મિનિટ વરાળમાં પકાવીને તેનો ઉપયોગ કરવો જોઈએ.. આમ કરવાથી કઠોળમાં રહેલા ખરાબ બેક્ટેરિયા દૂર થઈ જાય છે અને કઠોળ ખાધા પછી પેટ સંબંધિત સમસ્યા થતી નથી.
બાફેલા ફણગાવેલા કઠોળ
કઠોળને તમે પાણીમાં બાફીને પણ ખાઈ શકો છો. પરંતુ કઠોળને બાફવા માટે હંમેશા છુટ્ટા પાણીનો ઉપયોગ કરો. એટલે કે તપેલામાં પાણી ઉકાળી તેમાં કઠોળ થોડી મિનિટ બાફો અને પછી વધારાનું પાણી કાઢી નાખો.

ખાલી પેટ કઠોળ ખાવા કે નહીં ?
સવારે નાસ્તામાં ફણગાવેલા કઠોળ ખાવા કે નહીં તે અંગે તમારા મનમાં પણ પ્રશ્ન હોય તો તમને જણાવી દઈએ કે સવારે નાસ્તામાં ફણગાવેલા કઠોળ ખાઈ શકાય છે. પરંતુ કઠોળ ખાતા પહેલા પાણી પી લેવું કે અન્ય કોઈ વસ્તુ ખાઈ લેવી. એટલે કે સાવ નરણા કોઠે કઠોળ ખાવા નહીં. કઠોળ ખાતા પહેલા પાણી પી લેવું અથવા તો કોઈ વસ્તુ ખાઈ લેવી જેથી પેટ ફુલવા જેવી સમસ્યા ન થાય.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
