ગોરેગાંવ (પૂર્વ) વિસ્તારમાં આવેલી ગોકુલધામ કોલોનીમાં ગમખ્વાર આગની દુર્ઘટનામાં 72 વર્ષીય ઇન્દુ સિંહનું મોત થયું હતું. આ આગ કૃષ્ણ વાટિકા માર્ગ પર આવેલી લક્ષચંદી હાઇટ્સ નામની ગ્રાઉન્ડ પ્લસ 24 માળની ઈમારતના છઠ્ઠા માળે આવેલા ફ્લેટમાં રવિવાર સાંજે આશરે 7:30 વાગ્યે લાગી હતી. આગ 4 કલાકની જહેમત પછી મોડી રાત્રે બુઝાઈ હતી.
ફાયર બ્રિગેડના પ્રાથમિક તારણ મુજબ, ઘરમાં રાખેલા દીવાના કારણે પડદામાં આગ લાગી હતી. દુર્ઘટના સમયે ઇન્દુ સિંહ અને તેમની ઘરકામ કરતી મહિલા ફ્લેટમાં હાજર હતાં અને શરૂઆતમાં બંને સુરક્ષિત રીતે બહાર નીકળી ગયાં હતાં, પરંતુ કોઈક કારણસર ઇન્દુ સિંહ ફરીથી ફ્લેટમાં પરત ગયાં, જે ભારે ધુમાડાના કારણે ગૂંગળામણ થઈ હતી. અગ્નિશન દળે ફ્લેટના દરવાજા પાસે બેભાન હાલતમાં ઈન્દુ સિંહને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં, પરંતુ ડોક્ટરોએ ગૂંગળામણના કારણે મૃત જાહેર કર્યા.

મૃતકના ભત્રીજાના જણાવ્યા મુજબ, તેમના કાકા અને અન્ય લોકોએ કાકીને બહાર કાઢ્યાં હતાં, પરંતુ તેઓ ફરી અંદર જતાં આ દુર્ઘટના બની. ઈમારતમાં ફાયર ફાઈટીંગ સિસ્ટમ કાર્યરત હતી, પરંતુ સ્પ્રિંકલર સિસ્ટમ ફ્લેટની અંદર નહોતી, કારણ કે ઈમારત 2005 પહેલા બનાવાઈ હતી. અગ્નિશમન વિભાગના જણાવ્યા અનુસાર, આગ ફ્લેટ સુધી મર્યાદિત રહી હતી, પરંતુ પાંચમા, છઠ્ઠા અને સાતમા માળે ભારે ધુમાડો ફેલાયો હતો. અનેક રહેવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
