મુલુંડમાં એમજીએલ ગેસ બિલ અપડેટ કરવાના બહાને મહિલા વકીલ સાથે રૂા.૩.૪૮ લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. “તમારું ગયા મહિનાનું મહાનગર ગેસ લિ.નું ગેસનું બિલ અપડેટ થયું નથી, તેથી તમારું ગેસ કનેક્શન આજે રાત્રે બંધ થઈ જશે’ આવા મેસેજને પ્રતિસાદ આપતાં મુલુંડની એક ૭૩ વર્ષીય વકીલ મહિલા સાયબર ફ્રોડનો ભોગ બનીને ઓનલાઈન છેતરપિંડીમાં રૂા.૩.૪૮ લાખ ગુમાવી બેઠા હોવાની ફરિયાદ હેલ્પલાઈન ક્ર. ૧૯૩૦ અને પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

ફરિયાદ મુજબ પી.કે. રોડ એરિયામાં રહેતા અને હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલને ૧૭ માર્ચના એમજીએલનો ઉપરોક્ત મેસેજ પ્રાપ્ત થયો હતો અને મેસેજમાં વધુ માહિતી માટે દિવેશ જોશીને ફોન કરતાં તેણે ગેસ અધિકારી તરીકે ઓળખ આપીને વકીલને તેણે મોકલેલી apk ફાઈલ ડાઉનલોડ કરીને તેમાં માહિતી ભરવા જણાવ્યું હતું. મહિલા વકીલે ફાઈલ પર ક્લિક કરતા જ તેમના ફોન પર સતત ઓટીપી આવવા લાગ્યા અને ફોન સ્વીચ ઓફ પણ ન થઈ શક્યો તેથી મહિલા વકીલે તેમના બેંક ખાતાઓ બ્લોક કરાવ્યા અને તુરંત જ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા પરંતુ સાયબર ગઠિયાઓએ ત્યાં સુધીમાં હાથ મારી લીધો હતો અને રૂા.૩.૪૮ લાખ ઉસેડી લીધા હતા.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
