વડાલાના બા.બ્ર. ભારતી કુંવરજી સોની (ઉં. વ. ૬૪) તા. ૧૮-૦૩-૨૬નાં અવસાન પામેલ છે. રાણબાઈ મેઘજી વજપારના પૌત્રી. મણીબેન/ભાણબાઇ કુંવરજી મેઘજી સોનીના પુત્રી. સ્વ. વસંત, ગણેશવાલાના વિમળા જાદવજી છેડા, રૂક્ષ્મણી કીશોર સાલીયા, વસુમતી રમણીક છેડા, મંજુલા વસંત સાલીયા, જવેર લક્ષ્મીચંદ સંગોઇ, વિનતા કાંતીલાલ સાવલા, ઉપા પંકજ ગાલાના બેન. વાસંતીના નણંદ. કુંદરોડીના ગંગાબેન હંસરાજ મુરજી વિસરીયાના દોહીત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મંજુલા વસંત સાલીયા, બી વિંગ, ૯૦૧, શેલશીષા, ૯૦ ફીટ રોડ, મરાઠા મંદિરની બાજુમાં, મુલુંડ (ઇસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન જેતપુર નિવાસી હાલ ઘાટકોપર પિન્કીબેન કુંભાણી (ઉં. વ. ૫૦) તે હેમેન પંકજભાઇ કુંભાણીના પત્ની. તે ચંદ્રીકાબેન તથા પંકજભાઇ કુંભાણીના પુત્રવધૂ તે અમીબેન સમીરભાઇ કુંભાણીના ભાભી. તે સ્વ. ઇન્દિરાબેન તથા વસંતભાઇ તારાચંદ શેઠના પુત્રી. તે આ. સૌ. ચારુબેન મુકેશભાઇ ગાંધી તથા અ. સૌ. સ્વાતી કુણાલભાઇ દેસાઇના બેન. તે વૃદ્ધીના ભાભુ તા. ૧૮-૩-૨૬ બુધવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી દશા ઓસવાલ જૈન કચ્છ ગામ નલિયા, હાલે બુરહાનપુર/ડોમ્બિવલી, ગં.સ્વ. હંસાબેન મણિલાલ ખીમજી નાગડ (ઉં. વ. ૮૩) તા. ૧૮.૦૩.૨૬ના અરિહંતશરણ પામેલ છે. વાલબાઈ ખીમજી પુનશી નાગડાના પુત્રવધુ. માતુશ્રી માનબાઈ રામજી વિશનજી પોલડિયાના પુત્રી. સ્વ. મણિલાલ ખીમજી નાગડાના ધર્મપત્ની. ગં.સ્વ. પ્રવિણા મુકેશ મોમાયા, અજય, નિર્મલ, હેમલના માતુશ્રી. સ્વ. મુકેશભાઈ, સૌ. નૂતનબેન, સ્વ. પલ્લવીબેનના સાસુમા. પ્રિયલ, યુક્તિ, રાજના દાદીમાં, બંન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૦.૦૩.૨૬ના સાંજે ૪.૦૦ થી ૫.૩૦ સ્થળઃ રોટરી સેવા કેન્દ્ર, સુવિધિનાથ જૈન દેરાસર પાસે, રઘુવીરનગર, દત્તાનગર, પ્રેમ્બિવલી ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઔદીચ્ય બ્રાહ્મણ મૂળ ગોધરા હાલ થાણા નિવાસી સ્વ. પ્રેમિલાબેન સુભાષચંદ્ર પંડયાના પુત્ર સ્વ. ધર્મેશ (ઉં. વ. ૪૬) તે આરાધનાના પતિ. વૈવી, ક્રિશાંગના પિતા. મૂળ વાળાપધરના ભગવતીબેન મહેશકુમાર વ્યાસના જમાઇ. દર્શનાબેન જતીનકુમાર, રક્ષાબેન કિર્તીકુમાર, રાખીબેન પ્રયાગકુમારના ભાઇ. તરુલતાબેન અજિતભાઇ, સરોજબેન હરીશભાઇ, મીનાબેન વિનોદભાઇ, જયોતિબેન ઉપાકાંત, વંદનાબેન કમલેશભાઇ, રેખાબેન નરેન્દ્રભાઇના ભત્રીજા રામશરણ પામેલ છે, તેમનું બેસણું તા. ૨૦-૩-૨૬ના ઠે. વેદાંત સોસાયટી કલબ હાઉસ, વર્તક નગર, થાણે (વેસ્ટ), સાંજે ૪ થી ૬. મોઢ
વૈષ્ણવ વિજય કાંતિલાલ થાણાવાલા (ઉં. વ. ૭૮) થાણા નિવાસી તા. ૧૬-૩-૨૬ સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. તે જયોત્સનાબેનના પતિ. સૌ. અનિતા ઓસ્ટિન ફર્નાન્ડિઝ, ચિ. નિમિષાના પિતાથી. સ્વ. કનુભાઇ, સ્વ. અનિલભાઇ તથા સતીશભાઇના ભાઇ. ચિ. નતાલીયાના નાનીજી. પ્રાર્થનાસભા તા. ૨૧-૩-૨૬ શનિવારના ટીપટોપ પ્લાઝા, થાણા (વેસ્ટ), સાંજે ૫.૩૦ થી ૭.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
