કલોંજીના કાળા દાણા ઔષધીય ગુણ ધરાવે છે તેથી હેલ્થ માટે ફાયદાકારક ગણાય છે. ડાયાબિટીસ સહિત 5 બીમારીમાં કલોંજી ફાયદો કરી શકે છે, પરંતુ કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં કલોંજી નુકસાન પણ કરી શકે છે. તો ચાલો આજે જાણીએ કલોંજીથી થતા ફાયદા અને નુકસાન વિશે.
કલોંજીનો ઉપયોગ રસોઈમાં તો વર્ષોથી કરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય હેલ્ધી ડ્રિન્ક તરીકે કલોંજીનું પાણી ટ્રાય કર્યું છે? જો ટ્રાય ન કર્યું હોય તો ટ્રાય કરજો. કારણકે કલોંજીનું પાણી હેલ્થ માટે ફાયદાકારક છે. સવારે ખાલી પેટ જે વિવિધ પ્રકારના હેલ્ધી ડ્રિન્ક પીવાતા હોય છે તેમાં કલોંજીના પાણીનો સમાવેશ પણ કરી શકાય છે. કલોંજીનું પાણી પીવાથી ડાયાબિટીસ સહિતની 5 બીમારીઓમાં ફાયદો થઈ શકે છે. એટલે કે ડાયાબિટીસ સહિતની 5 બીમારીઓ એવી છે જેમાં સવારના સમયે કલોંજીનું પાણી પીવામાં આવે તો શરીર પર પોઝિટિવ અસર જોવા મળી શકે છે..
કલોંજીના પોષક તત્વો
કલોંજીનું પાણી હેલ્થ માટે ફાયદાકારક સાબિત થાય છે કારણ કે તેના માધ્યમથી શરીરના વિટામીન, મિનરલ, ફાઇબર, એન્ટિ ઓક્સિડન્ટ મળે છે. કલોંજીનું પાણી એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ ઈન્ફ્લેમેટરી ગુણ પણ ધરાવે છે. સવારના સમયે એક ગ્લાસ કલોંજીનું પાણી પીવાથી શરીરને આ પોષક તત્વો મળે છે અને સાથે જ 5 બીમારીમાં પણ ફાયદો થઈ શકે છે.
કલોંજીનું પાણી પીવાથી થતા 5 ફાયદા

ડાયાબિટીસ
ડાયાબિટીસના દર્દીઓ માટે કલોંજીનું પાણી સવારે પીવા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. રોજ સવારે કલોંજીનું પાણી પીવાથી શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન નેચરલી વધે છે. જેના કારણે બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. જો કે ડાયાબિટીસ હોય તેમણે આ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટર સાથે ચર્ચા કરી લેવી.
સ્થૂળતા
સ્થૂળતા એટલે કે વધારે વજન હોય તેવા લોકોને પણ કલોંજીનું પાણી પીવું જોઈએ. સવારના સમયે ખાલી પેટ કલોંજીનું પાણી પીવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. મેટાબોલિઝમ બુસ્ટ થવાથી શરીરમાં જામેલી ચરબી ઓછી કરવાના પ્રયત્નોમાં મદદ મળે છે.. કલોંજી નું પાણી પીવાથી વારંવાર થતી ક્રેવિંગ પણ કંટ્રોલમાં રહે છે.
બેડ કોલેસ્ટ્રોલ
બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા આજના સમયે નાની ઉંમરના લોકોમાં પણ જોવા મળે છે. આવા લોકો કલોંજીનું પાણી પીવાનું શરૂ કરે તો તેમને ફાયદો થઈ શકે છે. કલોંજીના પોષક તત્વો ટ્રાયગ્લિસરાઈડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે જેનાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે.
પાચન તંત્ર

જે લોકોનું પાચનતંત્ર નબળું હોય તેમને ગેસ, કબજિયાત, એસિડિટી જેવી તકલીફો વારંવાર થતી હોય છે. જો તમને પણ આ તકલીફો થતી હોય તો તમારું પાચનતંત્ર નબળું હોઈ શકે છે. પાચનતંત્રને મજબૂત કરવા અને સમસ્યાઓ દૂર કરવા માટે કલોંજીનું પાણી પી શકો છો. કલોંજીનું પાણી પીવાથી પેટ સાફ રહે છે અને ભોજન સારી રીતે પચે છે.
એનિમિયા
એનિમિયા એટલે કે શરીરમાં લોહીની ખામી. મોટાભાગે મહિલાઓમાં આ તકલીફ વધારે જોવા મળે છે. જેમને પણ શરીરમાં આયરન ઓછું હોય તેમણે કલોંજીનું પાણી પીવું જોઈએ. કલોંજીનું પાણી આયરનથી ભરપૂર હોય છે અને તે શરીરમાં હિમોગ્લોબીન પણ વધારે છે. કલોંજીનું પાણી પીવાથી એની મિયામાં રાહત થઈ શકે છે.
કલોંજીનું પાણી કોણે ન પીવું ?
કલોંજીના ફાયદા વિશે તો જાણી લીધું પરંતુ તેનાથી કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. કલોંજીનું પાણી દરેક વ્યક્તિએ પીવાનું શરૂ કરી દેવું નહીં. ખાસ કરીને જો આ સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય તો કલોંજી નુકસાન પણ કરી શકે છે.
– ગર્ભવતી મહિલાઓએ કલોંજીનું પાણી પીવાથી બચવું.
– જે લોકોનું બ્લડ પ્રેશર લો રહેતું હોય તેમણે પણ કલોંજીનું પાણી ન પીવું.
– શરીરમાં કોઈપણ પ્રકારની સર્જરી થઈ હોય ત્યારે પણ કલોંજીનું પાણી પીવાનું ટાળવું.
– પિત્ત દોષ ધરાવતા લોકોએ પણ કલોંજી પીવાનું ટાળવું જોઈએ, કારણકે કલોંજીની તાસીર પણ ગરમ હોય છે. પિત્ત દોષ વાળા વ્યક્તિ કલોંજીનો ઉપયોગ કરે તો પિત્ત વધી શકે છે.
– કોઈપણ પ્રકારનો બ્લડિંગ ડિસઓર્ડર હોય તો તેમણે પણ કલોંજીનું સેવન કરવાથી બચવું.

કલોંજીનું પાણી બનાવવાની રીત
કલોંજીનું પાણી સવારે ખાલી પેટ પીવું હોય તો રાત્રે એક ગ્લાસ પાણી લઈ તેમાં એક ચમચી કલોંજી પલાળી દો. બીજા દિવસે સવારે પાણીને ગાળી અને ખાલી પેટ પી લેવું. કલોંજીના પાણીને ગરમ કરવાની કે ઉકાળવાની જરૂર નથી રાત્રે જે પાણીમાં કલોજી પલળી હોય તે પાણી ડાયરેક્ટ પી લેવું.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
